દાંતા તાલુકામાં શિક્ષણ તંત્ર પર ઉઠયા સવાલો, શાળાની હાલત નહીં સુધરે તો હવે ગ્રામજનો ઉતરશે ભુખ હડતાલ પર

શક્તિસિંહ રાજપુત, અંબાજી: ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સર્વ શિક્ષણ અભિયાનની સુફિયાણી વાતો કરી રહી છે. જેમા સમગ્ર ગુજરાતનું શિક્ષણ દેશનું મોડલ છે તેવી વાતો…

gujarattak
follow google news

શક્તિસિંહ રાજપુત, અંબાજી: ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ સર્વ શિક્ષણ અભિયાનની સુફિયાણી વાતો કરી રહી છે. જેમા સમગ્ર ગુજરાતનું શિક્ષણ દેશનું મોડલ છે તેવી વાતો અવારનવાર સાંભળવા મળી રહી છે. પણ ગુજરાતના સૌથી પછાત દાંતા તાલુકામાં શિક્ષણની હકીકત કંઈ જુદી જોવા મળી રહી છે. દાંતા તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ મોટેભાગે વસવાટ કરે છે. પરંતુ આ તાલુકો સાક્ષરતા ની દ્રષ્ટિએ ઘણો પછાત છે. આ વિસ્તારના બાળકો શાળાએ જાય અને ભણે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગામડે ગામ શાળાઓ બનાવવામા આવી છે. દાંતા તાલુકામાં છેલ્લા અઠવાડીયામાં 3 સરકારી શાળાઓમાં ગેરરીતી બહાર આવી છે.  જેને કારણે શિક્ષક અને શિક્ષણની ગુણવતા પર સવાલ ઉઠી રહ્યા છે. શાળામાં કોઈ ડિજિટલ કોમ્પ્યુટર કે અન્ય ઉપકરણો જોવા મળતા નથી. ત્યારે આ આ મામલે કાયમી નિકાલ નહીં આવે તો ગ્રામજનોએ ભુખ હડતાલની ચીમકી ઉચ્ચારી છે.

દાંતા તાલુકામાં સૌથી વધુ આદિવાસી સમાજ મોટેભાગે વસવાટ કરે છે. પરંતુ આ તાલુકો સાક્ષરતા ની દ્રષ્ટિએ ઘણો પછાત છે. આ વિસ્તારના બાળકો શાળાએ જાય અને ભણે તે માટે ગુજરાત સરકાર દ્વારા ગામડે ગામ શાળાઓ બનાવવામા આવી છે. પરંતુ આ વિસ્તારની શાળાઓમાં શિક્ષકની ઘટ છે. કેટલીક શાળાઓમાં પુરતા ઓરડા નથી. રમવા માટે મેદાન નથી. શાળાઓમાં કોમ્પ્યુટર નથી. પીવા માટે પાણી  પરબ નથી.  બાળકો ખુલ્લાઓમાં બેસી અભ્યાસ કરે છે.  આમ ગુજરાત સરકાર શિક્ષણ વિભાગની મોટીમોટી વાતો દાંતા તાલુકામાં ખોટી સાબિત થતી જોવા મળી રહી છે. શાળાઓમાં ચાલતી લાલીયાવાડીથી ગ્રામજનો ભારે હેરાનપરેશાન જોવા મળી રહ્યા છે.  અને કેટલીક શાળાઓમાં ઓરડા પણ હજુ સુધી નવા બનાવવામાં આવ્યા નથી. દાંતા તાલુકામાં છેલ્લા અઠવાડીયામાં 3 સરકારી શાળાઓમાં ગેરરીતી બહાર આવી છે જે કારણે શિક્ષક અને શિક્ષણ ની ગુણવતા પર સવાલ ઉઠી રહ્યા છે.શાળામાં કોઈ ડિજિટલ કોમ્પ્યુટર કે અન્ય ઉપકરણો જોવા મળતા નથી.શાળામાં બાળકોને પાણી પીવા પરબ નથી.શાળામાં મેદાન પણ નથી.અત્યાર સુધી કોઈ ગ્રાન્ટ આવી નથી કે ગ્રાન્ટ બારોબાર વપરાઈ તે એક મોટો પ્રશ્ન છે?

શિક્ષકો ન આવતા વિડીયો વાયરલ થયો
દાંતા તાલુકાની અંતરીયાળ ધામણવા શાળામાં સોમવારે શિક્ષક અને આચાર્ય ન આવતા બાળકો જાતે ભણ્યા હતા. અને વાલીઓએ વિડિઓ વાયરલ કરતા શિક્ષણ વિભાગ દોડતું થયું હતું. આ ધામણવા પ્રાથમીક સરકારી શાળામાં વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં આચાર્ય મહિનામાં માત્ર 4 કે 5 દિવસ આવે છે અને નશો કરીને આવે છે. આ શાળામાં 1 થી 5 ના વર્ગો ચાલે છે જેમાં અંદાજે 130 જેટલા બાળકો અભ્યાસ કરે છે. આ શાળામાં એટલીય દયનીય હાલત છે કે શાળામા માત્ર 2 જ ઓરડા છે જે પણ જુના થઇ ગયા છે. શાળામાં 5 શિક્ષકોનું મહેકમ છે જેમાં માત્ર 2 જ શિક્ષકો જ હાજર રહે છે. સોમવારે શાળામાં શિક્ષકો ન આવતા વિડીયો વાયરલ થયો હતો.

બાળકોના ભવિષ્ય સાથે થઈ રમત?
આ મામલે શાળાના મહિલા શિક્ષકે કહ્યું હતું કે હું સોમવારે રજા પર હતી. અને હાલમાં અમે 2 શિક્ષકો 130 જેટલા બાળકો ભણાવીયે છીએ.   શાળામાં વાલીઓએ શાળામાં શિક્ષકોના ઝગડાથી કંટાળીને તાળાબંધી કરી હતી.  ત્યારબાદ જોધસર શાળામાં 2 શિક્ષકો દારૂ પીને આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હાલમાં અમે 2 શિક્ષકો 130 જેટલા બાળકો ભણાવીયે છીએ.દાંતા તાલુકામાં છેલ્લા 8 દિવસમાં વગદા ક્યારી શાળામાં વાલીઓએ શાળામાં શિક્ષકોના ઝગડા થી કંટાળીને તાળાબંધી કરી હતી અને ત્યારબાદ જોધસર શાળામાં 2 શિક્ષકો દારૂ પીને આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ધામણવા સરકારી શાળામાં પણ હાલત દયનીય બનવા પામી છે. આ શાળામાં બાળકો ખુલ્લામાં શિયાળામાં ,ઉનાળામાં અને ચોમાસામા ખુલ્લામાં અભ્યાસ કરે છે. આ શાળામાં માત્ર 2 જ ઓરડા છે જેમા આચાર્ય ,શિક્ષકો અને બાળકો કેવીરીતે ભણાવતા અને ભણતા હશે તે મોટો પ્રશ્ન છે. આજે શાળામાં મહિલા શિક્ષક રડતા જોવા મળ્યા હતા.

શિક્ષકો સામે તપાસ શરૂ 
બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારની શાળામાં એક પછી એક વિવાદ બહાર આવતા જાય છે. શિક્ષકોની કરતૂતોને લીધે અભ્યાસ પર અસર પડી રહી છે.થોડા દિવસ અગાઉ જોધસર પ્રા. શાળામાં દારૂ પીને આવતાં બે શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જે બાદ દાંતા તાલુકાના ધામણવા ગામની શાળામાં સોમવારે બે શિક્ષકો ન આવતાં બાળકોએ જાતે અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન એક જાગૃત નાગરીકે વીડિયો ઉતારતાં સમગ્ર ઘટના બહાર આવી હતી.વીડિયો વાયરલ થયા બાદ શિક્ષણ તંત્ર દોડતું થયું છે. અને ગુલ્લીબાજ શિક્ષકો સામે તપાસ હાથ ધરવામાં આવી છે. ધોરણ 1 થી 5 માં 130 જેટલા વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે શિક્ષકો છે. અને એ પણ સમયસર આવતા નથી.

વિડીયો વાઇરલ
ધામણવા ગામની શાળામાં શિક્ષકો ચાલુ ફરજે ગુલ્લી મારતાં હોવાનો વીડિયો વાયરલ થયો છે. ગામના જાગૃત નાગરિક કરણભાઇ ખેર સોમવારે સ્કુલમાં ગયા હતા. જ્યાં 55 સેકન્ડનો વિડિયો ઉતાર્યો હતો. જેમાં બાળકો જણાવી રહ્યા છે કે,આજે શિક્ષક આવ્યા નથી.અમે જાતે જ અભ્યાસ કરી રહ્યા છીએ. આ વીડિયો વાયરલ થયા પછી શિક્ષણ વિભાગ દ્વારા ગુલ્લીબાજ શિક્ષકો સામે પગલાં ભરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

જાણો શું કહે છે વિધાર્થી

પ્રવીણ ખેર ,ધોરણ 5 વિધાર્થી
શાળાના વિધાર્થી પ્રવીણ ખેર એ જણાવ્યું હતું કે સોમવારે શિક્ષકો આવ્યા હતા નહીં એટલે અમે જાતેજ ભણ્યા હતા.

રાહુલ ખેર ,વાલી
અનેક આશા સાથે બાળકને શાળાએ અભ્યાસ માટે મોકલવામાં આવે છે ત્યારે આ મામલે બાળકના વાલીએ કહ્યું હતું કે,  અમારા ગામની શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ આપવામાં આવતું નથી. શાળામાં સોમવારે શિક્ષક ન આવતા અમે વિડિઓ ઉતારી વાયરલ કર્યો હતો. અમારા દાંતા તાલુકામાં બીજી ઘણી સારી શાળાઓ આવેલી છે. પરંતુ આ શાળાનો સુધારો થતો નથી. શાળામા 2 રૂમો વર્ષો જુના છે પણ હજુ સુધી નવા બનાવ્યા નથી.અહીં કોમ્પ્યુટર નથી. મેદાન નથી અને બાળકોને પીવા માટે પાણીની પરબ નથી.જો  આ બાબતનો કાયમી નિકાલ નહીં આવેતો અમે ગ્રામજનો ભુખ હડતાલ પર ઉતરીશું.

    follow whatsapp