જુનિયર ક્લાર્કનું પેપર ખરીદનારા 30 આરોપીઓ કેવી રીતે પકડાયા? ગુજરાત ATSએ કર્યો મોટો ખુલાસો

Yogesh Gajjar

• 02:48 PM • 06 Apr 2023

ગાંધીનગરઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યું ત્યારે જે રીતે લોકો નારાજ થયા, જે રીતે દુખી થયા તે જોઈને સરકાર અને સરકારી બાબુઓના પગ થથર્યા…

gujarattak
follow google news

ગાંધીનગરઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટ્યું ત્યારે જે રીતે લોકો નારાજ થયા, જે રીતે દુખી થયા તે જોઈને સરકાર અને સરકારી બાબુઓના પગ થથર્યા અને નવો કાયદો આવ્યો તથા ગુજરાત એટીએસ દ્વારા આ ઘટનામાં કડકાઈથી કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી. ATSએ આ મામલે આજે બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર તથા સુરેન્દ્રનગરમાંથી પેપર ખરીદનારા 30 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ATSએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ સમગ્ર મામલે જાણકારી આપી હતી.

આ પણ વાંચો

વડોદરાની ઓફિસમાં રેડ દરમિયાન મળ્યા પેપર ખરીદનારાના નામ
ગુજરાત ATSએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વડોદરાની સ્ટેક ઈન્સ્ટીટ્યૂટમાં દરોડા પાડતા દરમિયાન અહીંથી કોરા ચેક અને કોલ લેટર સહિતની વિગતો મળી આવી હતી. ATSના ડેપ્યુટી એસ.પી એસ.એલ ચૌધરીએ જણાવ્યું કે, પેપર ખરીદવા માટે ઉમેદવારોએ વડોદરાની ઈન્સ્ટીટ્યૂટમાં કોરા ચેક અને પોતાના કોલ લેટર જમા કરાવ્યા હતા. જેનું વેરિફિકેશન કરીને પરીક્ષા આપવાના હતા તે ઉમેદવારોની તપાસ કરવામાં આવી અને બાદમાં યુવતીઓ સહિત 30 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી.

અમદાવાદથી લઈને દાહોદ સુધી 30 આરોપીઓ પકડાયા
ATSની ટીમે અમદાવાદ શહેર અને જિલ્લો, સાબરકાંઠા, મહેસાણા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાંથી પેપર ખરીદનારાની ધરપકડ કરી. ATS મુજબ, આરોપીઓએ પેપર ખરીદવા માટે 10-15 લાખનો ભાવ નક્કી કર્યો હતો. આ માટે સિક્યોરિટી પેટે કોરા ચેક તેમજ અસલી ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવ્યા હતા. આ અસલી ડોક્યુમેન્ટને ભાસ્કર ચૌધરીએ જ પોતાના વાહનમાં સંતાડ્યા હતા જેને ATS દ્વારા રિકવર કરી લેવામાં આવ્યા, આના આધારે જ આરોપીઓની ધરપકડ કરાઈ હતી.

હજુ વધુ આરોપીઓ પકડાઈ શકે છે
ગુજરાત ATS દ્વારા સાથે જ જણાવવામાં આવ્યું હતું કે, આગામી સમયમાં હજુ પણ વધુ આરોપીઓની ધરપકડ આ પેપર લીક કાંડમાં કરવામાં આવી શકે છે. ગુજરાતમાં પેપર ફોડની ઘટના રોકવા રાજ્ય સરકારે બનાવેલો કડક કાયદો આરોપીઓ પર લાગુ નહીં થાય. ATSના જણાવ્યા મુજબ, આરોપીઓ સામે ગુનો દાખલ થયા પછી કાયદો આવ્યો છે, આથી તેમની વિરુદ્ધ નવા કાયદા પ્રમાણે કાર્યવાહી નહીં થાય.

પેપર ગુજરાત પહોંચવાની કહાની
અહીંથી ગુજરાતમાં પેપર પહોંચવાની કહાની શરૂ થાય છે. અહીં મિન્ટુ કુમાર દ્વારા વડોદરામાં પાથવે એજ્યુકેશન સર્વિસના એમડી તથા વડોદરાની સ્ટેકવાઈઝ ટેકનોલોજી નામની કોમ્પ્યુટર પરીક્ષા સેન્ટર ચલાવતા ભાસ્કર ગુલાબચંદ ચૌધરીનો સંપર્ક તેના દ્વારા કરવામાં આવ્યો. ભાસ્કર આમ તો વડોદરામાં રહે છે પણ તે મૂળ બિહારનો છે. તેના ઉપરાંત અમદાવાદમાં દિશા એજ્યુકેશનના એમડી કેતન બળદેવ બારોટનો પણ સંપર્ક થયો હતો જે મૂળ રહે છે વડોદરામાં. ઉપરાંત સુરતમાં રહેતા નરેશ મોહન્તી કે જે મૂળ ઓડીશાનો છે તેને પણ સાથે લીધો. આમ બિહારથી ગુજરાતના ત્રણ મુખ્ય નગરો અમદાવાદ અને વડોદરા સુધી તેમના તાર લંબાઈ ગયા હતા. બસ હવે જરૂર હતી બીજી ડાળખીઓ પકડવાની. આ તરફ આ બંનેએ પેપરકાંડ માટે તૈયારી બતાવતા ઉપર જે તમામ સાગરિતો હતા તે તમામ ગુજરાત આવવા રવાના થઈ ગયા.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

 

    follow whatsapp