Gujarat Accident News: રાજ્યમાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે, ત્યારે કચ્છમાંથી વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. હાલ અકસ્માતને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી છે અને કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
તુફાન કાર પુલના ડિવાઈડર સાથે ટકરાઈ
મળતી માહિતી અનુસાર, કચ્છના ભુજ-ભચાઉ હાઈવે પર તુફાન કાર પુલના ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
અકસ્માતમાં 3 લોકોના કરૂણ મૃત્યુ
જે બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
પોલીસે તપાસ હાથ ધરી
હાલ પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. તો ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ સાથે જ પોલીસે અકસ્માત પાછળનું કારણ જાણવાની પણ તજવીજ હાથ ધરી છે.
ADVERTISEMENT