Rajkot-Ahmedabad Highway Accident: ગુજરાતમાં અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, તેમાં પણ ખાસ કરીને હાઈવે પર અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે આજે રાજકોટ-અમદાવાદ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. અકસ્મતાને પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. હાલ પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ટ્રક અને બે કાર વચ્ચે અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, રાજકોટ-અમદાવાદ હાઈવે પર માલિયાસણ નજીક ટ્રક અને બે કાર વચ્ચે ભયાનક અકસ્માતની ઘટના બની છે. ટ્રક અને બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી છે.
બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો
ભયાનક અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. અકસ્માત એટલો ખતરનાક હતો કે બંને કારનો કચ્ચણઘાણ નીકળી ગયો હતો અને પતરા કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
ADVERTISEMENT