નવી દિલ્હી : ચીનમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસ સામે આવી રહ્યા છે. સ્થિતિ એવી છે કે, હોસ્પિટલની બહાર લાંબી લાઇનો લાગી રહી છે. દર્દીઓને બેડ પણ નથી મળી રહ્યા. સ્થિતિ નિયંત્રણની બાર જતી દેખાઇ રહી છે. હવે ચીનમાં થયેલા આ કોરોના વિસ્ફોટે ભારતની ચિંતા પણ વધારી દીધી છે. પહેલા પણ ચીન બાદ જ કોરોના વાયરસ વિશ્વના બીજા દેશો સુધી ફેલાયો હતો. તો શું ફરી ચીનમાં પેદા થયેલા સંકટની અસર ભારત પર દેખાશે? શું ભારતને ફરીથી કોરોના વિસ્ફોટનો સામનો કરવો પડશે?
ADVERTISEMENT
એન્ટી ટાસ્ક ફોર્સના વરિષ્ઠ સભ્યે શું કહ્યું?
એન્ટી ટાસ્ટ ફોર્સના વરિષ્ટ સભ્ય અને કોવિડ રસીકરણ અભિયાનના પ્રમુખ ડૉ. એન.કે અરોરાએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે, ભારતે ચીનની સ્થિતિથી ગભરાવાની કોઇ જરૂર નથી. ભારતમાં મોટા પ્રમાણાં રસીકરણ થઇ ચુક્યું છે. એડલ્ટ પોપ્યુલેશનમાં મોટા ભાગના લોકોને રસી અપાઇ ચુકી છે. એન.કે અરોરાએ માહિતી આપતા કહ્યું કે, વિશ્વમાં અત્યાર સુધી જેટલા પણ કોરોના વેરિઅન્ટ આવ્યા છે, તેના કેસ ભારતમાં પણ આવી ચુક્યા છે, તેવામાં આપણે માત્ર સાવધાન રહેવાની જરૂર છે, ચિંતા કરવાનું કોઇ કારણ નથી.
ચીનમાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક સ્તરે પહોંચી
ચીનની કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો ત્યાં સ્થિતિ નિયંત્રણની બહાર છે. હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે પુરતી વ્યવસ્થા નથી. હોસ્પિટલમાં સતત આવી રહેલા દર્દી સૌથી મોટો પડકાર છે. અમેરિકાની એક રિસર્ચ ઇન્સ્યીટ્યુટે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો કે, 2023 માં ચીનમાં કોરોના વિસ્ફોટ હજી પણ ભયાનક સ્થિતિએ પહોંચી શકે છે. આગામી સમયમાં 10 લાખથી વધારે લોકોના મોત થઇ શકે છે. કોરોનાનું સૌથી વધારે ખતરો વૃદ્ધોને છે અને ચીન માટે પણ આ ચિંતાનો વિષય છે. કારણ કે સૌથી વૃદ્ધના વેક્સિનેશન નથી થયું. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીશિન્હુઆ અનુસાર અત્યાર સુધી 60 વર્ષ વર્ષના ઉપરના 87 % વસ્તી પુરી રીતે વેક્સિનેટ થઇ ચુકી છે, જો કે 80 વર્ષથી વધારેની ઉંમરના માત્ર 66.4 ટકા વૃદ્ધોનું જ વેક્સિનેશન થયું છે.
ADVERTISEMENT