- બગોદરા હાઈવે ફરીથી રક્તરંજિત થયો
- બગોદરામાં મીઠાપુર નજીક વહેલી ગમખ્વાર અકસ્માત સર્જાયો
- ખાનગી બસ અને ટ્રક વચ્ચેની ટક્કરમાં 2 મુસાફરોના કમકમાટીભર્યા મોત
Accident News: રાજ્યમાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અકસ્માતથી મોતના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે. એવામાં આજે સવારે બગોદરા-લીમડી હાઇવે ખાનગી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT
અકસ્માતમાં 2 લોકોનાં મોત, 22 ઘાયલ
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, ખાનગી બસમાં સવાર 22 લોકોને ઇજા પહોંચી છે અને બે લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. ઇજાગ્રસ્તો પૈકી 12 મુસાફરોને બાવળાની ખાનગી હોસ્પિટલમાં અને અન્ય મુસાફરોને બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. હાઇવે પર પથ્થર ભરેલા બંધ ડમ્પરને લક્ઝરીનો ચાલક જોઇ શક્યો નહતો જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. બનાવની જાણ થતા જ મોટી સંખ્યામાં સ્થાનિકો તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લક્ઝરી કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Gujarat માં રોડ અકસ્માતની હારમાળા
રાજ્યમાં શુક્રવાર પણ કાળમુખો સાબિત થયો હતો. ગઇકાલે પણ પિતા-પુત્ર સહિત અલગ-અલગ સ્થળે રોડ અકસ્માતના કારણે 8ના મોત થયા હતા. આણંદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકામાંથી અકસ્માતની ઘટના સામે આવી હતી. આણંદના નાવલી નજીક ગોજારા અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ સિવાય રાજકોટના મેટોડા GIDC પાસે કન્ટેનર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર પિતા-પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT