સુરેન્દ્રનગર : જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસેને દિવસે કથળતી જ જઇ રહી છે. સુરેન્દ્રનગરમાં ચોરી-લૂંટફાટ અને હત્યાના બનાવોમાં અચાનક વધારો થયો છે. જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 30 દિવસમાં હત્યાનો ચોથો બનાવ બન્યો છે. અસામાજિક તત્વો બેખોફ બન્યા છે. પોલીસનો કોઇ પણ પ્રકારનો ડર રહ્યો નથી. કાયદો અને વ્યવસ્થાના રોજે રોજ ધજાગરા થાય છે.
ADVERTISEMENT
સુરેન્દ્રનગર બસ સ્ટેશન વિસ્તારમાં જાહેરમાં છરીના ઘા ઝીંકીને એક યુવકની હત્યા કરાઇ છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હ્યો છે. જો કે આ વીડિયો જુનો હોવાની શક્યતા છે. પ્રાપ્ત વિગતો અનુસાર પ્રેમ સંબંધમાં સમાધાન બહાને બોલાવ્યા બાદ યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો. ઉશ્કેરાયેલા એક વ્યક્તિએ તેને છરીના ઘા મારી દેતા યુવકનું મોત નિપજ્યું હતું. હાલ તો સુરેન્દ્રનગર પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં હત્યારાઓ બેખોફ બન્યા છે. થોડા દિવસો અગાઉ હત્યાના ત્રણ બનાવો સામે આવ્યા હતા. ત્યાર બાદ આ ચોથી હત્યા થતા ચકચાર મચી ગઇ છે.અસામાજિક તત્વોને કાયદાની કોઇ પડી જ ન હોય તે પ્રકારે કાયદો હાથમાં લઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુરેન્દ્રનગરનું ચુડા ગામ બે દલિત ભાઇઓની ક્રુર હત્યા બાદ ચર્ચામાં આવ્યું હતું. ત્યારે પણ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા હતા.
ADVERTISEMENT