અમદાવાદ : અજાણ્યા શહેરોમાં જતા લોકોને છેતરવામાં આવતા જ હોય છે. સામાન્ય રીતે અજાણ્યા લોકો પાસેથી રિક્ષાચાલકો મનફાવે તેવા ભાવ વસુલતા હોય છે. આવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. જો કે ગુજરાત ફરવા માટે આવેલા એક રિક્ષાચાલકની દાદાગીરી કરીને સાડાપાંચ કિલોમીટરની મુસાફરી માટે 647 રૂપિયા ભાડુ વસુલીને ધમકી આપી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. અમદાવાદ ફરવા માટે આવેલા એક ટુરિસ્ટને લોકલ ટ્રાન્સપોર્ટેશનનો કડવો અનુભવ થયો હતો. જેના કારણે તેમણે રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેગ કરીને પોતાના કડવા અનુભવને શેર કર્યો હતો. ઘટનાની જાણ થતાની સાથે જ હર્ષ સંઘવીએ માફી માંગી હતી અને કડક કાર્યવાહીની સાંત્વના પણ આપી હતી.
ADVERTISEMENT
અમદાવાદના રિક્ષા ચાલકનો યાત્રીને કડવો અનુભવ
18 એપ્રીલના રોજ દિપાન્સુ સેંગર નામના એક પ્રવાસીએ ટ્વીટ કર્યું હતું. જેમાં તેણે જણાવ્યું કે, અમદાવાદમાં દરરોજ ટુરિસ્ટોને લૂંટવામાં આવ્યા છે. મે અમદાવાદમાં એક ઓટો રીક્ષા ભાડે લીધી હતી. આ રીક્ષા ચાલકે મારી પાસેથી 5.5 કિલોમીટરનો ચાર્જ 647 રૂપિયા વસુલ્યો હતો. આ રકમ વધારે હોવાનું મે જણાવતા જ તેણે દાદાગીરી શરૂ કરી હતી. મે CTM થી ગીતામંદિર સુધીની રીક્ષા કરી હતી. રીક્ષા ચાલકે 647 રૂપિયા ચાર્જ વસુલ્યો હતો. આ કડવા અનુભવને તેણે ટ્વીટર પર શેર કર્યો હતો. રિક્ષા ચાલકનું નામ રેહાન હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ પોલીસ હેલ્પલાઇન પર સંપર્કનો પ્રયાસ કર્યો હતો. જો કે જવાબ મળ્યો નહોતો અને રિક્ષા ચાલકે મને ધમકી આપી હતી. જેના કારણે મે 600 રૂપિયા ચુકવ્યા હતા. જો કે મારી પાસે રીક્ષા ચાલકની નંબર પ્લેટનો ફોટો લીધો હતો.
દિપાન્સુ સેંગરનું ટ્વીટ વાયરલ થતા ગૃહમંત્રીએ માફી માંગવી પડી
દિપાન્સુ સેંગરે આ અંગે ગૃહરાજ્યમંત્રીને ટેગ કરીને ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ વાયરલ થઇ જતા આખરે હર્ષ સંઘવીએ મોડા મોડા પણ આ ટ્વીટનો જવાબ આપ્યો હતો. હર્ષ સંઘવીએ આ ટ્વીટને ક્વોટ કરીને માફી માંગી હતી. તેમણે કહ્યું કે, તમને ગુજરાતમાં થયેલી અસુવિધા બદલ રાજ્યના ગૃહમંત્રી તરીકે માફી માંગુ છું. હું વ્યક્તિગત રીતે આ ઘટનાની તપાસ થાય તેવો પ્રયાસ કરીશ. ગુજરાત આવતા તમામ ટુરિસ્ટ અમારા મહેમાન છે. તમને પડેલી અસુવિધા બાબતે અમે ખેદ વ્યક્ત કરીએ છીએ. તમે ગુજરાતમાં છો સમય આનંદમાં પસાર કરો હું વચન આપુ છુ કે જ્યારે તમે પરત ફરશો ત્યારે તમે સારી યાદો અને સ્મરણો લઇને જશો.
ADVERTISEMENT