ગૃહમંત્રી અમિત શાહ સ્વામિનારાયણ નગરમાં ફર્યા, અદાણી સહિત અનેક ઉદ્યોગપતિઓ હાજર

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં ઓગણજ નજીક પ્રમુખ સ્વામીની જન્મશતાબ્દિ પ્રસંગે સ્વામિનારાયણ નગરના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ નગરીમાં રોજિંદી રીતે વીઆઇપીની અવરજવર રહે…

gujarattak
follow google news

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં ઓગણજ નજીક પ્રમુખ સ્વામીની જન્મશતાબ્દિ પ્રસંગે સ્વામિનારાયણ નગરના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ નગરીમાં રોજિંદી રીતે વીઆઇપીની અવરજવર રહે છે. ગઇકાલે પીએમ મોદી બાદ આજે ગૃહમંત્રી અમિત શાહ પણ આવ્યા હતા. પોતાના સંબોધનમાં વડાપ્રધાન મોદીએ પ્રમુખ સ્વામી સાથેના પોતાના સંભારણા યાદ કર્યા હતા. આજે અમિત શાહ ઉપરાંત ગૌતમ અદાણીથી માંડીને અનેક ઉદ્યોગપતિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

અનેક ટોચના ઉદ્યોગપતિઓ પ્રસંગમાં ભાગ લેવા માટે પહોંચ્યા
ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી, પરિમલ નથવાણી(રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર), જી.એમ રાવ (જીએમઆર ગ્રુપના ચેરમેન), ટી.એસ કલ્યાણ રામન ( કલ્યાણ જ્વેલર્સના ચેરમેન), કરશન પટેલ (નિરમા ઇન્ડસ્ટ્રીના ચેરમેન), પંકજ પટેલ (ઝાયડસ કેડિલાના ચેરમેન), સુધીર મહેતા (ટોરેન્ટ ગ્રુપના ચેરમેન), દિલીપ સંઘવી (સનફાર્માના એમડી), વિજય મુંજાલ ( હિરો એક્સપોર્ટ્સ અને હિરો ઇલેક્ટ્રિક્સના ચેરમેન) હાજર રહ્યા હતા.

નાગરિકો મહોત્સવ માણવા માટે પહોંચ્યા
આ મહોત્સવને માણવો પણ નાગરિકો માટે ખુબ જ આનંદપ્રદ બાબત છે. અહીં મહોત્સવના સ્થળના કેન્દ્રમાં 40 ફુટ પહોળી અને 15 ફુટ ઉંચી પીઠિકા સ્થાપિત કરવામાં આવી છે. પ્રમુખ સ્વામી મહારાજની સ્વર્ણિમ મુર્તિ 30 ફુટ ઉંચી છે. આ મુર્તિની ચોતરફ વર્તુળમાં પ્રમુખ સ્વામી મહારાજના અદ્ભુત પ્રેરક પ્રસંગો છે. દિલ્હીના સ્વામિનારાયણ અક્ષરધામની હુબહુ પ્રતિકૃતિ રૂપે રચવામાં આવી હતી. 67 ફુટ ઉંચા મહામંદિરમાં પાંચ વિશાળકાય ઘુમ્મટો નીચે સનાતન ધર્મના દિવ્ય દેવસ્વરૂપો દર્શન આપે છે.

    follow whatsapp