Video: રાજકોટ અગ્નિકાંડ મામલે Amit Shah ની એન્ટ્રી! પદાધિકારીઓ અને નેતાઓના જીવ તાળવે...

આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે તેવી જાણકારી મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિરાસર એરપોર્ટ પર અમિત શાહ રાજકોટ અગ્નિકાંડ મામલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરશે.

Rajkot Game Zone Fire

Rajkot Game Zone Fire

follow google news

Rajkot Game Zone Fire Update:  રાજકોટ  અગ્નિકાંડ મુદ્દે જ્યનું જિલ્લા તંત્ર હરકતમાં જોવા મળી રહ્યું છે.  વિવિધ જિલ્લાઓમાં રાજકોટની ઘટના બાદ સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. રાજકોટ અગ્નિકાંડની તપાસ અંગે SIT નો રિપોર્ટ પણ સામે આવ ગયો છે, એવામાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ આવવાના છે તેવી જાણકારી મળી રહી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે હિરાસર એરપોર્ટ પર અમિત શાહ આ મામલે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે ચર્ચા કરશે. વાત એવી પણ છે કે પડદા પાછળના ખેલાડીનું નામ જાણીને તેના પર કાર્યવાહી કરવામાં આવી શકે છે.

નેતાઓના જીવ તાળવે 

રાજકોટના નેતાઓ હાલ ચિંતામાં છે કારણ કે આ સંડોવાયેલા જવાબદારોને નામ ખુલવાનો ડર રહેલો છે. રાજકોટના કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પણ ચર્ચા કરવામાં આવી શકે છે. અમિત શાહની બેઠક પહેલા 4 અધિકારીની ધરપકડ કરવામાં આવી ગઈ છે.  મોટા અધિકારીઓની બદલી પણ થઈ ગઈ છે. બીજી તરફ જવાબદાર વિભાગના અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવમાં આવ્યા છે.  શું કામ કર્યું અને કેટલું બાકી તે અંગે રિપોર્ટ ખુલાસો થઈ શકે છે અને હજુ પણ આમાં કેટલા નામો બહાર આવશે તેવી સંભાવનાઓ રહેલી છે. 

રાજકોટ અગ્નિકાંડઃ સપ્ટેમ્બર 2023માં લાગી હતી આગ...માલિકોએ અધિકારીઓના ખીસ્સા ભર્યા...SITના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા

રાજકોટમાં 'શાહ' નું ટૂંકું રોકાણ

માહિતી અનુસાર, અમિત શાહ બપોરે 3 વાગે હીરાસર એરપોર્ટ પર ઉતરશે. અહીં થોડી વાર રોકાયા પછી તેઓ સોમનાથ જવા નીકળી જશે. અમિત શાહ સાથે તેમના પત્ની સોનલ શાહ પણ હશે.  તેઓ સોમનાથ મહાદેવના દર્શન માટે ગુજરાત આવી રહ્યા છે, ત્યારે સોમનાથ જતાં પહેલા તેઓ રાજકોટમાં ટૂંકું રોકાણ કરશે તેવી જાણકારી મળી રહી છે. 


 

    follow whatsapp