Amit Shah Sister Passed Away: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના બેનનું આજ રોજ નિધન થયું છે. અમદાવાદની કેડી હોસ્પિટલમાં લાંબા સમયથી રાજેશ્વરીબેન પ્રદીપભાઈ શાહ સારવાર લઈ રહ્યા હતા. જોગાનુજોગ અમિત શાહ પણ આજે ગુજરાત પ્રવાસે જ છે અને કેટલાક કાર્યક્રમમાં હાજરી પણ આપવાના હતા, પરંતુ તેમના બહેનનું દુઃખદ અવસાનના સમાચાર પ્રાપ્ત થતાં તેમણે પોતાના તમામ કાર્યક્રમ રદ કર્યા હોવાની માહિતી પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
રાજેશ્વરીબેનને ફેફસાની તકલીફ હતી
અમિત શાહના બહેન રાજેશ્વરીબેનને લાંબા સમયથી ફેફસાની તકલીફ હતી આ સંબંધિત તેમની સારવાર પણ ચાલી રહી હતી.
આજના તમામ કાર્યક્રમ રદ કરાયા
અમિત શાહ આજ રોજ બનસકાંઠામાં વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવાના હતા. પશુપાલકો અને ખેડુતોના કલ્યાણ અર્થે સહકારથી સમૃદ્ધની પરિકલ્પનાને સાકાર કરવા માટેના પાયલોટ પ્રોજેક્ટ તથા સહકારી સંસ્થાઓના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોના ખાત મુહૂર્ત અને લોકાર્પણ કરવાના હતા. ત્યારબાદ ડીસા ખાતે બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ કરવાના હતા. આ સિવાય બનાસકાંઠા અને રક્ષા યુનિવર્સીટી ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવાના હતા પરંતુ આ ઘટના બનતા હવે તેમણે તમામ કાર્યક્રમ રદ્દ કાર્ય છે.
ADVERTISEMENT