કેન્દ્રિય ગૃહમંત્રી શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, રૂ.500 કરોડના વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

અમદાવાદ: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવાના છે. સાથે જ કેટલાક કાર્યક્રમોમાં…

gujarattak
follow google news

અમદાવાદ: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અનેક વિકાસ કાર્યના લોકાર્પણ, ખાતમુહૂર્ત કરવાના છે. સાથે જ કેટલાક કાર્યક્રમોમાં હાજરી પણ આપશે. અમિત શાહના આ પ્રવાસ દરમિયાન રૂ.500 કરોડના વિકાસકાર્યોની ગુજરાતને ભેટ મળશે. ત્યારે તેમના બે દિવસના સમગ્ર કાર્યક્રમ પર નજર કરીએ…

આજે દ્વારકામાં કાર્યક્રમો
કેન્દ્રિય ગૃહમંત્રીનું ગઈકાલે મોડી રાત્રે જામનગરમાં આગમન થયું હતું. અહીં સર્કિટ હાઉસ ખાતે તેમણે રાતવાસો કર્યો હતો. ત્યારે આજે સવારે 11 વાગ્યે તેઓ દ્વારકા જવા રવાના થશે. અહીં ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે, શંકરાચાર્ય મઠ ખાતે સંતો સાથે પણ મુલાકાત કરશે. દ્વારકામાં મોજપ ગામમાં ઊભી થયેલી નેશનલ એકેડમી ફોર કોસ્ટલ પોલીસીંગની કચેરીનું તેઓ ખાતમુહૂર્ત કરશે. ઉપરાંત કચ્છમાં બનાવાયેલી સરહદી ચોકીઓનું ઈ-લોકાર્પણ કરેશે. બાદમાં તેઓ જામનગર પરત આવી અમદાવાદ જવા રવાના થશે.

21મીએ અમદાવાદ-ગાંધીનગરમાં કાર્યક્રમો
અમદાવાદ પહોંચી કેન્દ્રિય ગૃહમંત્રી ગાંધીનગરમાં પોતાના સંસદીય વિસ્તારમાં બોરીજ ખાતેની પ્રાથમિક શાળામાં જરૂરિયાતમંદ બાળકોને રમકડાનું વિતરણ કરશે. સાંજે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. રાત્રે 8 વાગ્યે તેઓ ગાંધીનગરમાં આયોજિત પ્રીમિયર લીગમાં હાજરી આપશે.

આ બાદ 21મી મેએ અમિત શાહ અમદાવાદના ચાંદખેડામાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપશે. આ બાદ 12.45 વાગ્યે તેઓ GSRTCની 320 બસોનું લોકાર્પણ કરશે. બપોરે તેઓ અમુલફેડ ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે અને ડેરીની ટેસ્ટિંગ લેબોરેટરીનું લોકાર્પણ કરશે. બપોરે 2.30 વાગ્યે શાહીબાગમાં મોદી સમાજના રાષ્ટ્રીય સંમેલનમાં હાજરી આપશે. સાંજે 5 વાગ્યે નારણપુરામાં AMCના જમ્નેશિયમ અને લાઈબ્રેરીનું લોકાર્પણ કશે. આ બાદ છારોડીમાં તળાવનું લોકાર્પણ કરશે. ઉપરાંત અમદાવાદમાં 2500 આવાસ માટેનો ડ્રો તેમની હાજરીમાં યોજાશે.

    follow whatsapp