લમ્પી વાઈરસને નાથવા દેશી ઉપચાર કામ લાગ્યો!…જુઓ સારવાર માટે NDDBAની માર્ગદર્શિકા

ગુજરાત રાજ્યમાં પશુઓ માટે કાળ સમાન એવા લમ્પી વાઈરસે કહેર વર્તાવ્યો છે. આ એક એવો રોગ છે જેની ચોક્કસ દવા કે સારવાર પદ્ધતિના અભાવે પશુનિષ્ણાંતો…

gujarattak
follow google news

ગુજરાત રાજ્યમાં પશુઓ માટે કાળ સમાન એવા લમ્પી વાઈરસે કહેર વર્તાવ્યો છે. આ એક એવો રોગ છે જેની ચોક્કસ દવા કે સારવાર પદ્ધતિના અભાવે પશુનિષ્ણાંતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અત્યારસુધી હજારો પશુઓના મોત થતા હવે લમ્પી વાઈરસને કાબૂ લેવો આવશ્યક થયો છે. આ દરમિયાન સ્થિતિને કાબૂમાં રાખવા નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડે (NDDBA) દેશી ઉપચાર કરતી નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. જેનાથી પશુઓમાં વ્યાપ આ રોગને ઘરગથ્થુ સારવારથી પણ મટાડી શકાશે.

લમ્પી વાઈરસથી સંક્રમિત પશુની સારવાર માટે 2 પદ્ધતિઓ દર્શાવાઈ છે, જેમાં પશુને એક સમયના ખોરાકમાં નાગરવેલના પાન (10), કાળા મરી (10 ગ્રામ), મીઠું (10 ગ્રામ) અને આવશ્યક હોય એટલો ગોળ લઈને પેસ્ટ બનાવવાની રહેશે.

  • પહેલા દિવસે આ તૈયાર થયેલી પેસ્ટને 3 કલાકનાં અંતરમાં ખવડાવતા રહેવાનું.
  • બીજા દિવસથી લઈને 2 સપ્તાહ સુધી સારવાર દરમિયાન સવાર, બપોર અને સાંજ એમ રોજ 3 વાર સંક્રમિત પશુને ખવડાવવાનાં રહેશે. (આ પેસ્ટ દરરોજ તાજી બનાવવાની રહેશે )

બીજી સારવાર પદ્ધતિ
હળદર પાઉડર (10-15 ગ્રામ), ચીરાતાના (કરિયાતું 30 ગ્રામ ) પાનનો પાઉડર, ડમરાનાં પાન (1 મુઠ્ઠી), લીમડાનાં પાન (1 મુઠ્ઠી), બિલિનાં પાન (1 મુઠ્ઠી ), ગોળ (200 ગ્રામ ), લસણની કળી (2), ધાણા (10-15 ગ્રામ ), જીરું (10-15 ગ્રામ ), તુલસી (10થી 15 પાન), તેજ પત્તા (10-15 ગ્રામ ), કાળા મરી (10-15 ગ્રામ ), નાગરવેલનાં પાન (7), 2 નાની ડુંગળી, આ તમામને એક પાત્રમાં એકઠી કરીને પેસ્ટ બનાવી લેવાની રહેશે.

  • પહેલા દિવસે પશુઓને આ પેસ્ટ દરરોજ 3 કલાકના અંતર 1-1 વાર આપવી.
  • બીજા દિવસથી રોજ સવાર-સાંજ 2વાર પેસ્ટ આપવી અને જો સ્થિતિમાં સુધારો ન જણાય તો સાજા ન થાય પશુઓ ત્યાં સુધી ખવડાવતા રહેવું.

પશુઓનાં શરીર પર લગાડવાની પેસ્ટ..
હવે પશુઓને જે બહાર ઘા દેખાય એની સારવાર માટે પણ ઉપચાર દર્શાવાયો છે. સૌથી પહેલાં લસણની કળી (10), દદણોના પાન, 10 મીઠા લીમડાનાં પાન, 500 મિલી નારિયેળ/તલનું તેલ, 20 ગ્રામ હળદર પાઉડર, 1 મુઠ્ઠી મહેંદીનાં પાન અને 1 મુઠ્ઠી તુલસીનાં પાન લઈને 500 મિલિ નારિયેળ અથવા તલનાં તેલ સાથે મિક્સ કરી ઉકાળી લેવા જોઈએ. ત્યારપછી આ પેસ્ટ ઠંડી થાય ત્યાં સુધી રાહ જોવાની અને ત્યારપછી ઘા દેખાય એને પહેલાં યોગ્ય રીતે સાફ કરી પછી પેસ્ટ લગાવી રાખવાની. જોકે આ દરમિયાન પશુઓને જે ઘા થયા છે એના પર જીવજંતુઓ દેખાય તો પહેલા દિવસે માત્ર સીતાફળના પત્તાની પેસ્ટ અથવા એની સાથે કપૂરવાળું નારિયેળનું તેલ જ લગાવવું. બીજા દિવસથી ઉપરોક્ત સારવાર શરૂ કરવી.

    follow whatsapp