ગૃહ વિભાગ દ્વારા DySP, ACP કક્ષાના બે પોલીસ કર્મચારીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન

Ahmedabad News: ગૃહ વિભાગ દ્વારા દિવાળી પહેલા અમદાવાદ ATSના DySP અને સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશરને પ્રમોશન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ATSના નાયબ પોલીસ…

gujarattak
follow google news

Ahmedabad News: ગૃહ વિભાગ દ્વારા દિવાળી પહેલા અમદાવાદ ATSના DySP અને સુરતમાં ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશરને પ્રમોશન આપવામાં આવ્યું છે. અમદાવાદમાં ATSના નાયબ પોલીસ અધિક્ષક કે.કે પટેલને પ્રમોશન સાથે ATSમાં પોલીસ અધિક્ષક બનાવાયા છે. સાથે જ એડહોડ ધોરણે આઉટ ઓફ ટર્ન બઢતી આપી તેમને પે મેટ્રિક્સ લેવલ-10થી વધારીને લેવલ-11 કરવામાં આવ્યો છે.

આવી જ રીતે સુરતમાં ડી.સી.બી ક્રાઈમ બ્રાન્ચના મદદનીશ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતા બી.પી રોજીયાને સુરત શહેરમાં ક્રાઈમ-2ના નાયબ પોલીસ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા DySP અને ACP કક્ષાના બંને અધિકારીઓને આઉટ ઓફ ટર્ન પ્રમોશન અપાતા ગુજરાત પોલીસમાં નવો જ ઈતિહાસ રચાયો છે.

    follow whatsapp