ગોધરા/જુનાગઢ/ડાકોરઃ ગુજરાતમાં આજે ઠેરઠેર પવિત્ર હોલીકા દહનથી તહેવારની ઉજવણીઓ થઈ રહી છે. આજે ખાસ ગુજરાત તક પર દર્શન કરો 3300 ફૂટ ઊંચે ગીરનાર પર્વત પર થતા માં અંબાજી મંદિર ઉતાસણીના પ્રાગટ્ય પહેલાની આરતી અને હોળીકા દહનના, ઉપરાંત ગુજરાતના જાણીતા યાત્રાધામ ડાકોર મંદિર ખાતે થતી હોલીકા દહનના પણ. સાથે જ પાવાગઢના મહાકાળી મંદિરે થતી ઐતિહાસીક હોલીકા દહનના પણ દર્શન આપ અહીં કરી શકો છો.
ADVERTISEMENT
ગુજરાતના કાપડ વેપારીઓ આસામ સરકારના આ નિર્ણયથી પરેશાન, 100 કરોડ ડૂબી જશે?
આજે ગીરનાર પર્વત પર મહાઆરતી અને ઉતાસણીનું પ્રાગટ્ય હોઈ ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી છે. તો અંબાજી મંદિરે હોળી પ્રગટે પછી જ જુનાગઢમાં હોળી પ્રગટાવવામાં આવે છે તે પરંપરા પણ જળવાઈ છ. આજે સાંજે 8 વાગ્યે અંબાજી મંદિરે પુજા અર્ચના થયા સાથે સૌ પ્રથમ હોળી પ્રગટાવવામાં આવી હતી. જેના દર્શન માટે સેંકડો શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચ્યા હતા. જુઓ ગીરનારના આ કેટલાક વીડિયો…
આ ઉપરાંત ડાકોરમાં મંદિરની બહાર પણ હોળી ચોકમાં હોલીકા દહન કરવામાં આવ્યું હતું. વૈદિક શાસ્ત્રો વિધિથી હોળી પ્રગટાવાઈ હતી. ભક્તોએ પરંપરાગત રીતે પૂજા કરી હતી. અબીલ ગુલાલ અને કંકુ ચોખાથઈ પૂજન કરી શ્રીફળ, બીલી, ધાણા, ચણા અને કેરીની આહુતી આપવામાં આવી હતી. ભક્તો પરિવારની સુખ શાંતિ માટે પ્રાથના પણ કરતા જોવા મળ્યા હતા. ડાકોરની હોલીકા દહનના આ વીડિયોથી કરો દર્શન…
પાવાગઢ શક્તિપીઠ મહાકાળી મંદિર ખાતે હોલિકા દહનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં માઇ ભક્તો હાજર રહ્યા હતા. ભારે પવનને કારણે હોળીએ મોટી જ્વાળાઓ સાથેનું સ્વરૂપ ધારણ કર્યું હતું.
(ઈનપુટઃ હેતાલી શાહ/ભાર્ગવી જોશી/શાર્દૂલ ગજ્જર)
ADVERTISEMENT