દુર્ગેશ મહેતા, ગાંધીનગર: આજે વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આજથી શરૂ થયેલા બેજટ સત્રના પ્રથમ દિવસે ગુજરાત પરીક્ષા અધિનિયમ વિધેયક રજૂ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બિલ રજૂ કરાયું હતું. બિલ રજૂ કરાતા પહેલા અધ્યક્ષે શાસક પક્ષ અને વિપક્ષને ટકોર કરીને બિલ પર યોગ્ય ચર્ચા કરવા માટે કહ્યું હતું. આ દરમિયાન ધારાસભ્ય અર્જુન મોઢવાડીયાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, સરકાર ફુટેલી છે એના કારણે પેપરો ફુટે છે.
ADVERTISEMENT
વિધાનસભામાં આજે બજેટ સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા પેપર લીક મુદ્દે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી, ગેની બેન ઠાકોર સહિતના ધારાસભ્યોએ હાથમાં બેનરો સાથે સુત્રોચ્ચાર કર્યો હતો અને ધરણા પ્રદર્શન કર્યું હતું.
અર્જુન મોઢવાડીયાએ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, સરકાર ફુટેલી છે એના કારણે પેપરો ફુટે છે 2014 પછી ઓફિશિયલી 13 પરીક્ષાઓ પેપર ફૂટવાના કારણે રદ કરવી પડી. બીજી અંદાજે 10 પરીક્ષાઓ એવી છે કે જે કાં તો લેવાઈ નહીં અથવા તો એમાં ઢાંકપીછોડો કરવામાં આવ્યો. એનું કારણ છે ફુટેલી સરકારના ફુટેલા માણસોએ આ પરીક્ષા લેનાર તંત્રના અધ્યક્ષ પદે લીધી છે.એ કુલપતિ હોય કે પછી પરીક્ષા લેનાર તંત્ર જેના કારણે લાખો વિદ્યાર્થીઓને યુવાનોને અન્યાય થાય છે. એમનુ ભવિષ્ય બગડે છે.
આ પણ વાંચો: મોરબીમાં તસ્કરોનો પોલીસને ખુલ્લો પડકાર, એક સાથે 50 દુકાનોના તૂટયા તાળા
આજે મૂકવામાં આવેલ બિલ પણ ભૂલભરેલું
આજે જે બિલ મુકવામાં આવ્યું એ પણ ભૂલભરેલુ બિલ હતું. જે સજા કરવી જોઈએ પરીક્ષાના પેપર ફોડનારને એની જગ્યાએ 10માં, 12માં અને યુનિવર્સિટી, ડિપ્લોમમાં કરનાર વિદ્યાર્થીઓને પણ 3 વર્ષની સજા થઈ શકે એવુ પ્રાવધાન આ બિલની અંદર કરવાનું હોય છે. અલબત મે સુધારો મુક્યો છે. હું આશા રાખુ છું કે આ બિલ મે રજૂ કરેલા સુધારા સાથે રજૂ થાય.આ ઉપરાંત ભવિષ્યમાં પેપર ન ફુટે એટલા માટે પ્રામાણિક લોકોને આ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિમણુંક કરવામાં આવે. આ સાથે જ યુનિવર્સિટીઓ અને સહકારી ક્ષેત્રની સંસ્થાઓની ભરતીની અને લોકલ બો઼ડીઝ એટલે કે નગરપાલિકા અને પાલિકાની પરીક્ષાઓ પણ પારદર્શક રીતે લેવાય. અગાઉ એમાં પણ જે રીતે કૌભાંડો થયા છે એવા કૌભાંડો ન થાય એ સરકાર સુનિશ્ચિત કરે એવી વાત મે વિધાનસભામાં મુકી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT