પોલીસને ચકમો આપી ફરાર થનાર હિસ્ટ્રી શીટર એન્થોની પોલીસના સકંજામાં, ધરાવે છે આ ગુનાહિત ઇતિહાસ

દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં ડુપ્લિકેટ ચલણી નોટ સતત ઝડપાઇ રહી છે.પોલીસ હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને જેલ હવાલે કરવા કમર કસી રહી છે.  આ દરમિયાન…

gujarattak
follow google news

દિગ્વિજય પાઠક, વડોદરા: રાજ્યમાં ડુપ્લિકેટ ચલણી નોટ સતત ઝડપાઇ રહી છે.પોલીસ હવે ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને જેલ હવાલે કરવા કમર કસી રહી છે.  આ દરમિયાન બનાવટી ચલણી નોટો તથા અન્ય બીજા 41 ગુન્હામાં સંડોવાયેલ હિસ્ટ્રી શીટર આરોપી અનિલ ઉર્ફે એન્થોનીની વડોદરા પોલીસે ધરપકડ કરી.

ગત વર્ષે 06/05/2022 ના રોજ ચલણી નોટો બનાવવાના ગુન્હામાં મૂળ વડોદરાના આરોપી અનિલ ઉર્ફે એન્થોની મુલચંદ ગંગવાણીની છોટા ઉદેપુરના પાનવડ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેની તબિયત લથડતાં વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી તે છટકું ગોઠવી ફરાર થઈ ગયો હતો. ત્યારે આ ફરાર આરોપીને વડોદરા પોલીસે ઝડપી પાડ્યો છે.

25 હજાર રૂપિયાનું ઈનામ પણ કર્યું હતું જાહેર
વડોદરા પોલીસે હિસ્ટ્રી શીટર અનિલ ઉર્ફે એન્થોની અને તેને ફરાર થવામાં મદદ કરનાર સામે ગુન્હો દાખલ કર્યો હતો. આ સાથે જ અનિલ ઉર્ફે એન્થોનીને શોધી કાઢનાર માટે રૂપિયા 25 હજારના ઇનામની પણ ઘોષણા કરવામાં આવી હતી.

બાતમીના આધારે ઝડપાયો આરોપી
ACP એચ. એ. રાઠોડ અને અન્ય પોલીસ અધિકારીઓએ અનિલ ઉર્ફે એન્થોનીને શોધી કાઢવા સઘન કવાયત હાથ ધરી હતી. દરમ્યાન બાતમી મળી હતી કે ફરાર આરોપી અનિલ ઉર્ફે એન્થોની વડોદરાના હાઈ વે બાજુથી ખોડીયાર નગર તરફ આવનાર છે. જેથી પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈ ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પોલીસની ટીમે દબોચી લીધો હતો.

2 પિસ્તોલ સહિત વસ્તુઓ મળી આવી
ધરપકડ થયેલ આરોપીની તપાસ કરતા તેની પાસેથી 2 પિસ્તોલ, કારતૂસ અને બે મોબાઇલ ફોન મળી આવ્યા હતા. કુલ 63,700 નો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

ગુનાહિત ઇતિહાસ ધરાવે છે એન્થોની
ઝડપાયેલ આરોપી અનિલ ઉર્ફે એન્થોની આણંદ ખાતેના ખૂનકેસ ઉપરાંત, દાહોદ , ભરૂચ , છોટા ઉદેપુર , જામનગર , વડોદરા, ખેડા , મોરબીના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં કુલ 41 ગુન્હાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

    follow whatsapp