શાર્દૂલ ગજ્જર.ગોધરાઃ ગુજરાતમાં જ્યાં ઠેરઠેર આજે હોલીકા દહન થઈ રહ્યું છે. હોળીના પર્વને મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના ગોધરામાં બે ધર્મના લોકો જાણે બે રંગ બનીને એક થઈ ગયા હોય. હિન્દુ અને મુસ્લિમ પરિવારો દ્વારા સાથે મળીને અહીં એક્તા હોળી દહનમાં સહભાગી થવાનો લાહવો લીધો હતો.
ADVERTISEMENT
ભક્તો માનતા પણ રાખે છે
પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિંદૂ અને મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાનો પ્રતીક સમાન એકતા હોળીનું આયોજન થાય છે. ભારત દેશની આઝાદી પહેલાથી આશરે 100 વર્ષ પહેલાથી ગોધરાના સાથરીયા બાઝાર ખાતે આ એકતા હોળીનું દર વર્ષે હિન્દૂ અને મુસ્લિમ ભાઈ બહેનો ભેગા મળીને એક સાથે કોઈ પણ જાતના ભેદ ભાવ વગર ધાર્મિક વિધિ કરીને હોલિકા માતાજી પ્રગટાવે છે. અને તેમાં હિંદુઓ ઉપરાંત મુસ્લિમ અને જૈન ભાઈ બહેનો પોતાના પરિવાર અને બાળકો સાથે આવીને પુરી શ્રદ્ધા અને વિશ્વાસથી હોળીના ફેરા ફરે છે અને પોતાની માનતાઓ રાખે છે. તેઓ તમામ પ્રસાદી લઈને પોતાની મનોકામનાઓ પુરી કરવા પ્રાર્થના કરે છે. તેથી ગોધરાની આ હોળીને એકતા હોળી નામ પણ આપવામાં આવ્યું છે. એક તરફ ધર્મ અને ભાષાની લડાઈના કારણે દુનિયામાં આતંકવાદ વધી રહ્યો છે, ભાઈ ભાઈનો દુશ્મન બની ગયો છે. તેવામાં ગોધરાની આ એકતા હોળી દુનિયાને હિન્દૂ મુસ્લિમ એકતા અને ભાઈચારાનો સંદેશો આપતી હોવાથી ઉતકૃષ્ટ ઉધાહરણ છે.
ADVERTISEMENT