રામનવમીને લઈ હિંમતનગર પોલીસ સતર્ક, આ ખાસ એક્શન પ્લાન તૈયાર કરાયો

હિંમતનગર: આજે રામ નવમીને લઈ રાજ્યભરમાં શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત વર્ષની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે વાતને લઈ…

gujarattak
follow google news

હિંમતનગર: આજે રામ નવમીને લઈ રાજ્યભરમાં શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગત વર્ષની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે વાતને લઈ પગલે હિંમતનગર પોલીસ એક્શનમાં આવી છે. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગત વર્ષે શોભાયાત્રા દરમિયાન હિંસા થઈ હતી જેના પગલે પોલીસ આ વર્ષે વધુ સક્રીય બની છે. ત્યારે આ વર્ષની શોભાયાત્રામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેમાટે સતર્ક જોવા મળી રહી છે.

હિંમતનગરમાં ફરી એક વખત શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસ એક્શનમોડ પર જોવા મળી છે. હિંમતનગર જિલ્લા પોલીસ વડા દ્વારા શોભાયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. શોભાયાત્રામાં કોઈ અઈચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે છાપરિયા વિસ્તારમાં 8થી વધુ CCTV કેમેરા લગાવ્યા છે.

રામનવમી અને રમઝાન પર્વને લઇ આણંદ જિલ્લા પોલીસ સતર્ક જોવા મળી છે. ગયા વર્ષે ખંભાતમાં રામજી ની રથયાત્રામાં પથ્થરમારો થયા બાદ આ વર્ષે પોલીસ તંત્ર પહેલેથી જ સતર્ક જોવા મળી છે. જેના ભાગરૂપે બોરસદ અને ખંભાત શહેરમાં પોલીસ અધિક્ષક પ્રવિણ મિણાની ઉપસ્થિતમાં ફ્લેગ માર્ચ યોજાવામાં આવી હતી. અને શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.

ફ્લેગમાર્ચ યોજાઇ
રામનવમી પર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લામાં રામનવમી ઉજવણી પ્રસંગે હિંમતનગર, પ્રાંતિજ, પોશીના, ઇડર, ખેડબ્રહ્મા, ઇડરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. એસઆરપીના જવાનો, સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઇ હતી. હિંમતનગર શહેરના મહાવીરનગર, છાપરીયા, રામજી મંદીર વિસ્તાર, મહેતાપુરા તેમજ ટાવર ચોક સહિતના વિવિધ વિસ્તારોમાંથી ફ્લેગમાર્ચ યોજાઇ હતી.

    follow whatsapp