હિંમતનગરઃ હિંમતનગરની કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં કોંગ્રેસના વિવિધ દિગ્ગજ નેતાઓ જોડાયા હતા. કલોલથી ખેડબ્રહ્મા સુધીની આ સંકલ્પ યાત્રા દરમિયાન હિંમતનગરમાં જનસભામાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા સભાને ગજવવામાં આવી હતી. આ દરમિયાન જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી સહિતના નેતાઓએ ભાજપને આડેહાથ લીધી હતી.
ADVERTISEMENT
70 સીટથી વધારે ભાજપ આવશે નહીંઃ ભરતસિંહ
જગદીશ ઠાકોરે લોકોને સંબોધતા કહ્યું હતું કે, ભાજપ દ્વારા ગેસના ભાવ, વીજળી, સરકારી કર્મચારીઓની જુની પેન્શન યોજના વગેરે મુદ્દાઓ પર ભાજપને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં સવા રૂપિયો અને શ્રીફળ હાથમાં આપી બાળકો ભણે અને આ લોકોએ શું કરી દીધું. તેમણે કહ્યું, રાહુલ ગાંધીના ઢીંચણમાં તકલીફ છે તે બેસી શકતા નથી અમે જોયા છે છતાં રોજ કિલોમીટરો ચાલે છે. સોનિયા ગાંધીને પ્રધાનમંત્રી બનો કહ્યું તો કહ્યું ના ડો. મનમોહનસિંહ બનશે. આ છે કોંગ્રેસ. 70 સીટથી વધારે ભાજપ નથી. તેમની પગ નીચેથી જમીન જતી રહી છે. અમે દેશમાં આરોગ્ય કેવું હશે, શિક્ષણ કેવું હશે વગેરે બાબતોને લઈને ઉતરે છે અને બજેટ થઈ શકે તેવું ગણિત માંડીને નીકળે છે. કોંગ્રેસ તે પ્રમાણે વચન આપે છે.
ગેસના બાટલાના 500થી વધારે નહીં જ લઈએઃ કોંગ્રેસનું વચન
તેમણે કહ્યું કે જેટલા ઈન્ટરનેશનલ ભાવ વધવા હોય તેટલા વધે પણ 500 રૂપિયાથી વધારે ગેસના બાટલાના ભાવ નહીં લઈએ નહીં લઈએ ને નહીં જ લઈએ. 300 યુનિટ વીજળીનું બીલ ફ્રી આપીશું. પેન્શન યોજના અંગે પણ તેમણે કહ્યું કે, કોંગ્રેસ તમને પેન્શન આપતી, હવે? શિક્ષણમાં તો પહેલા મહિને 300માં પતિ જતું હતું. હવે? બનાવો સરકાર કોંગ્રેસની પહેલા ધોરણથી જ્યાં સુધી ભણવું હોય ત્યાં સુધી ગુજરાતની તમામ ભણો. 3000 આધુનિક શાળાઓ બનાવીશું. પેપરો ફૂટે છે અને બેરોજગારોના નસીબ ફોડી નાખ્યા. લાવો કોંગ્રેસની સરકાર, દસ લાખ નોકરીઓ આપવાની અને સચોટ પ્લાનીંગનો દાવો કર્યો હતો.
દસ લાખ સુધીનું દવાખાનાનું બિલ કોંગ્રેસ ભરશેઃ જગદીશ ઠાકોર
કોંગ્રેસ 125 બેઠક પર જીતે છેઃ ભરતસિંહ
ભરતસિંહ સોલંકીએ કહ્યું કે, ભાજપની આ વખતે સરકાર ગઈ છે, કોંગ્રેસ આ વખતે 125 બેઠકો પર વિજય થવાની છે. ઉપરાંત જગ્દીશ ઠાકોર હળવા મજાકના મૂડમાં પણ હતા તેમણે કહ્યું કે, ભરતસિંહ તમે તો કોરોનામાંથી કેવી રીતે ઊભા થઈ ગયા તે તો સાયન્ટીસ્ટ પણ શોધે છે. તેમણે કહ્યું કે, કોરોનામા માતા-પિતાઓની સામે સંતાનો તરફડીને મર્યા, સંતાનોની નજર સામે માતા પિતા મૃત્યુ પામ્યા, હોસ્પિટલમાં બેડ નહીં, સુવિધા નહીં. અમારું વચન છે કે લાવો અમારી સરકાર કોરોનાના મૃતકોને 4 લાખ આપવાની જાહેરાત કરીએ છીએ. કોરોના વોરિયર્સ મૃત્યુ પામ્યા સરકારી નોકરી દરમિયાન કોરોનામાં મૃત્યુ થયું તેમના ઘરમાંથી નવા નિયમો બનાવીને એક વ્યક્તિને નોકરી આપીશું. ગુજરાતની સાડા છ કરોડની જનતાનું પ્રિમિયમ સરકાર ભરસે દસ લાખ સુધીનું બિલ કોંગ્રેસની સરકાર ભરશે તેની જાહેરાત કોંગ્રેસ કરે છે.
ખેડૂતોના દેવા માફી અને વીજબીલ માફની કરી વાત
3 લાખ સુધીનું ખેડૂતોનું દેવું, વીજ બીલ માફ કરીશું. 1 લીટરે 5 રૂપિયા વધારાની સબસીડી પશુપાલકોને આપીશું. શહેરી વિસ્તારોમાં 8 રૂપયામાં ભરપેટ ભોજન આપીશું તે માટે ઈન્દીરા રસોઈ યોજનાની જાહેરાત કરી. દિલ્હીના સાહેબ જેટલાનું વિમાન લાવ્યા છે તેવા વિમાનમાં અમારે નથી ફરવું અમે તેવામાંથી લાવીશું અને લોકોને આપીશું. જીએસટીના હળવા કાયદા કરવાની જાહેરાત કરે છે કોંગ્રેસ. આ ચૂંટણી જુલમ કરવાવાળાને સત્તામાંથી ફેંકી ન્યાય કરનારાને સત્તા આપવાની છે. આ ચૂંટણી માનવતા અને માનવતાના દુશમનની ચૂંટણી છે. ભાઈચારા અને ભાઈચારાને ખતમ કરવા વાળા વચ્ચેની ચૂંટણી છે. આ ચૂંટણીને સામાન્ય ન લેતા. કિન્નાખોરી અને વેરવૃત્તિ વાળી, મત ન આપો તો દાઝમાં રાખનારી ભાજપ પાર્ટીને ફેંકી દેવાની છે.
તેમણે કહ્યું કે, 14 પાટીદાર યુવાનોને ગોળીએ દીધા. તમે તેને મત આપો તો જમાઈની જેમ રાખે. મત ન આપો તો તમને ઠેર મારે. 182 બેઠકોના ઉમેદવારો નક્કી કરવા અઘરા છે. જેને ટિકિટ નથી મળતી તે રીસ વ્યાજબી છે પણ કેટલા દિવસ. ભેગા થવું પડશે. મહિનો રીસ ન રાખતા નહીં તો જીંદગી ભર મેળ નહીં પડે.
ADVERTISEMENT