હાઈવે પર ઇમર્જન્સી સેવા આપતી ગાડીઓનાં પૈડા થંભ્યા, 110 કર્મચારીઓનો સ્ટાફ હડતાલ પર

હેતાલી શાહ, ખેડાઃ ગુજરાતમાં દિવસેને દિવસે આંદોલનો દોર વધી રહ્યો છે. એક પછી એક સંગઠનો અથવા તો કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ…

gujarattak
follow google news

હેતાલી શાહ, ખેડાઃ ગુજરાતમાં દિવસેને દિવસે આંદોલનો દોર વધી રહ્યો છે. એક પછી એક સંગઠનો અથવા તો કર્મચારીઓ આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે. ત્યારે વધુ એક આંદોલન ખેડા જિલ્લામાં શરૂ થયું છે. જેમાં અમદાવાદથી વડોદરાને જોડતા બે હાઇવે પર ઇમર્જન્સી સેવા આપતા કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે અને પોતાની જે પડતર માંગણીઓ છે તેને લઈને જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પણ પાઠવ્યું છે.

હવે અમદાવાદ થી વડોદરા અને વડોદરાથી અમદાવાદ મુસાફરી કરનારાઓ ભગવાન ભરોસે રહી ગયા છે. કારણકે અમદાવાદથી વડોદરાને જોડતા બે હાઇવે પર ઇમર્જન્સી સેવા આપતી ગાડીઓના પૈડા થંભી ગયા છે. નોંધનીય છે કે અત્યારે ઈમરજન્સી સેવા આપતા 110 કર્મચારીઓનો સ્ટાફ હડતાલ પર ઉતરી ગયો છે.

અમદાવાદ અને વડોદરાને જોડતો NH 48ના રૂટ પર નેશનલ હાઇવે 48 અને NE-1ના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ના પેટ્રોલીંગ એબ્યુલેન્સ અને ક્રેનમાં ફ૨જ બજાવતા કર્મચારીઓએ સરકાર સામે કેટલીક માંગણી કરી હતી.

  • કર્મચારીઓને સેફ્ટીના સાધનો આપવામાં આવે
  • પગાર વધારો કરવામાં આવે
  • દિવાળી બોનસ આપવમા આવે
  • ઇન્ક્રીમેન્ટ યોગ્ય અને સમયસર આપવુ
  • વળતરમાં શોષણ બંધ થાય
  • વિમા સુરક્ષા સહિતની માંગ કરવામા આવી હતી.

જોકે આ માગ પુરી ન થતા આખરે હાઈવે પર ઈમરજન્સી સેવા આપતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. આજે શનિવારે ખેડા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવી પોતાની પડતર માંગણીઓ માટે રજુઆત કરી છે.

મહત્ત્વનું છે કે એક્સપ્રેસ હાઈવે અને નેશનલ હાઇવે નંબર-48 રૂટ પર ઇમર્જન્સી સેવા બંધ થતા હાઇવે પેટ્રોલિંગ ક્રેન એમ્બ્યુલન્સ જેવી ઇમર્જન્સી સેવા સ્થગિત થઈ ગઈ છે. જેમા 93 કિ.મીનો એક્સપ્રેસ વે અને 104 કિલોમીટરનો NH-48 હાઇવેનો રૂટ છે. આ રૂટ પર ઈમરજન્સી સેવા આપતા કર્મચારીઓ કોન્ટ્રાક્ટરોની શોષણ નીતિને કારણે હેરાન પરેશાન થઈ ગયા છે.

    follow whatsapp