અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં રૂ.3 લાખની લાંચ લેતા પકડાયેલા સરકારી અધિકારી સામે ACB અને સરકારી વકીલના કચેરીના નિરર્થક અભિગનમી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. સરકારી અધિકારી રૂ.3 લાખની લાંચ લેવાના પ્રકરણમાં પગલાં લેવા માટે હાઈકોર્ટે ગૃહના સચિવો અને કાયદા વિભાગને મામલો મોકલી દીધો છે. હાઈકોર્ટે નોંધ્યું કે પોલીસે 2020માં આરોપીની જામીન અરજી કેન્સલ કરવા પીટિશન ફાઈલ કરી પરંતુ 3 વર્ષ સુધી મામલાનું ફોલોઅપ લીધું નથી.
ADVERTISEMENT
શું હતો મામલો?
વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2018માં સરકારી અધિકારી સામે ACBએ લાંચનો કેસ દાખલ કર્યો હતો. જેમાં રામભાઈ લુના સહ-આરોપી હતો. ACBની FIR મુજબ, તે રૂ.3 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો અને તેના ઘરેથી 2.61 લાખ મળ્યા હતા. એવામાં રામભાઈ પર મુખ્ય આરોપી એવા સરકારી અધિકારીને મદદ કરવાનો આરોપ હતો. રામભાઈએ બાદમાં આગોતરા જામીન માટે નીચલી કોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે તેણે 2.61 લાખમાંથી 2.50 લાખ અધિકારી પાસેથી જીમના કેટલાક સાધનો ખરીદવા માટે ઉછીના લીધા હતા. પોતાના દાવાનો સાચો સાબિત કરવા તેણે ટેલી સોફ્ટવેરમાં કેટલીક એન્ટ્રીઓ પણ બતાવી હતી. જેથી નીચલી કોર્ટે તેને જામીન મંજૂર કર્યા હતા.
2020માં પોલીસે અરજી દાખલ કરી પછી કોઈ ફોલોઅપ ન લીધું
જોકે બાદમાં લેપટોપમાં એન્ટ્રીની તપાસ કરતા રામભાઈએ ટેલી સોફ્ટવેરમાં જાતે એન્ટ્રી કરી હોવાનું બહાર આવ્યું. આથી પોલીસે તેના જામીન કેન્સલ કરવાની અરજી દાખલ કરી હતી. પરંતુ જાન્યુઆરી 2020માં અરજી દાખલ કર્યા બાદ ACBએ ઘટનાનું ફોલોઅપ જ ન લીધું. જાન્યુઆરી 2023માં જ્યારે આ કેસ સુનાવણી માટે આવ્યો ત્યારે વાત સામે આવી. જસ્ટીસ ત્રિવેદીએ પોલીસના વર્તનની નોંધ લીધી હતી અને 2019થી આ કેસમાં ચાર્જશીટ કેમ દાખલ ન કરવામાં આવી તેની સ્પષ્ટતા કરવા માટે અધિકારીને જણાવ્યું હતું.
ADVERTISEMENT