મહિને રૂ.2 લાખ કમાતી પત્ની પતિ પાસેથી 10 હજારની ખાધાખોરાકી લેતી હતી, હાઇકોર્ટે રિવકરી કાઢી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં પતિ કરતા 4 ગણો વધુ પગાર મેળવતી પત્નીએ કાયદાનો દુરુપયોગ કરીને ખોટી રીતે ભરણપોષણ માગતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ કરતા…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં પતિ કરતા 4 ગણો વધુ પગાર મેળવતી પત્નીએ કાયદાનો દુરુપયોગ કરીને ખોટી રીતે ભરણપોષણ માગતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પતિ કરતા વધુ કમાતી મહિલાને હાઈકોર્ટે ભરણપોષણ તરીકે મેળવેલી તમામ રકમ પરત કરવા માટે આદેશ આપ્યો છે. સાથે જ માહિતી છુપાવવા બદલ દંડ ભોગવવા પણ તૈયારી રાખવાની ટકોર કરી હતી.

IT કંપનીમાં કામ કરતી પત્નીનો મહિને રૂ.2 લાખ પગાર હતો
વિગતો મુજબ, ગાંધીનગરમાં IT કંપનીમાં નોકરી કરતી અને મહિને રૂ.2 લાખનો પગાર મેળવતી યુવતીના પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં નોકરી કરતા યુવક સાથે લગ્ન થયા હતા. યુવકનો પગાર 50 હજાર પ્રતિ માસ હતો. લગ્નના બે દિવસ બાદ જ કંપનીએ ઘરકામ કે રસોઈ કરવા ન માગતી હોવાનું કહી કામવાળા રાખી લેવા કહ્યું હતું. જેથી પતિએ આ માટે માણસ રાખ્યા હતા. જોકે બાદમાં પત્ની કોઈને કોઈ કારણથી તેની સાથે ઝઘડો કરતી હતી.

ફેમિલી કોર્ટમાં અરજી કરી ભરણપોષણ માગ્યું
પતિથી કોઈપણ રીતે અલગ થવાનું નક્કી કર્યું હોય તેમ પત્ની અચાનક નવેમ્બર 2021માં એકલી રહેવા જતી રહી. આ બાદ તેણે ફેમિલી કોર્ટમાં ભરણપોષણની અરજી કરી હતી. પત્નીએ સાચી હકીકત છુપાવીને પતિએ તેને ઘરમાંથી કાઢી મુકી છે અને પૈસાની જરૂર છે એમ જણાવ્યું હતું. જે બાદ ફેમિલી કોર્ટે પતિને મહિને રૂ.10 હજાર ચૂકવવા આદેશ કર્યો હતો. જેની સામે પતિએ હાઈકોર્ટમાં અરજી કરી હતી.

હાઈકોર્ટે પત્ની સામે રિકવરી કાઢી
પતિએ હાઈકોર્ટમાં પત્નીના પગારની સ્લિપ જમા કરાવી અને તેને મહિને રૂ.2 લાખનો પગાર મળતો હોવાનું જણાવ્યું હતું. સાથે પતિએ જણાવ્યું હતું કે, ઘરખર્ચ અને ઘરકામ માટે રસોયા,નોકર રાખવામાં પગાર પતી જતો હોવા છતાં તેણે પત્ની માટે ખર્ચો કર્યો અને પત્ની ઘરખર્ચમાં પોતાના પગારમાંથી એક રૂપિયો આપતી નહોતી. ત્યારે હાઈકોર્ટે પત્નીને માહિતી છુપાવવા બદલ મળેલી ભરષપોણષની રકમની રિકવરીનો આદેશ કર્યો હતો અને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

 

    follow whatsapp