Hemil Mangukiya dies in Russia : ગુજરાતમાં વધારે એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં રશિયન આર્મીમાં પગારની લાલચે લડવા ગયેલા એક યુવાનનું મોત નિપજ્યું છે. હેમિલ મંગુકીયા નામનો એક પટેલ યુવાન યુ ટ્યુબ પર વીડિયો જોઇને રશિયન આર્મીમાં જોડાયો હતો. મહિને 2 લાખ રૂપિયાનો પગાર પણ નક્કી થયો હતો. જો કે આર્મીમાં ભરતી થયા બાદ યુક્રેન સામેના યુદ્ધમાં તેનું મોત નિપજ્યુ છે.
ADVERTISEMENT
એજન્ટે મોટા મોટા સપના બતાવી છેતરપિંડીથી રશિયા મોકલ્યો
Gopal Italia tweet about Hemil Patel ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર મુળ સુરતનો રહેવાસી હેમિલ પટેલ (મંગુકીયા) નામના યુવાનને પણ વિદેશ જવાની ઘેલછા હતી. જેના કારણે તે પણ અન્ય અનેક પાટીદાર યુવાનોની જેમ જ ઠગ એજન્ટના સંપર્કમાં આવી ગયો. રશિયા મોકલવાના સપના બતાવ્યા હતા. એજન્ટે તેને પહેલા મુંબઇ અને ત્યાર બાદ ચેન્નાઇ મોકલ્યો હતો. ચેન્નાઇથી તેને રશિયા મોકલવામાં આવ્યો હતો.
રોકેટ હુમલામાં યુવાનને રોકેટ વાગતા નિપજ્યું મોત
જો કે રશિયા પહોંચતાની સાથે જ તેને આર્મીમાં મોકલી દેવાયો હતો. સહાયક તરીકેની ડ્યુટી આપવામાં આવી હતી. આ દરમિયાન યુક્રેન દ્વારા કરાયેલા એક હુમલામાં રોકેટ વાગવાના કારણે પાટીદાર યુવાનનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટના કર્ણાટકના એક અન્ય યુવાને નજરો નજર જોઇ હોવાનો દાવો કરાઇ રહ્યો છે. હાલ તો આ યુવાનનો મૃતદેહ પણ પરત સોંપવામાં નહી આવી રહ્યો હોવાનો પરિવારનો આક્ષેપ છે. સમગ્ર મામલે આપ નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને માહિતી આપવાની સાથે સાથે સમાજના અગ્રણીઓ અને ભાજપ પર ચાબખા પણ વિઝ્યા છે.
ADVERTISEMENT