Helicopter Service : ગુજરાતમાં પ્રવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવે અમદાવાદથી કોઈ પણ યાત્રાધામ પહોંચવું ખૂબ જ ઝડપી શક્ય બનશે. કારણ કે અમદાવાદથી કોઈપણ યાત્રાધામ જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે.અમદાવાદ બેઝ્ડ એરોટ્રાન્સ પરથી આ સેવા શરૂ કરવામાં આવશે. આગામી 27 ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સેવાનો પ્રારંભ કરવામાં આવશે.
ADVERTISEMENT
યાત્રાધામો માટે શરૂ કરાશે હેલિકોપ્ટર સેવા
આ હેલિકોપ્ટરથી રણોત્સવનો આકાશી નજારો પણ માણી શકાશે. આ માટે બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. અમદાવાદમાં જોય રાઈડ શરૂ કરવામાં આવી છે. જેના અંતર્ગત અમદાવાદથી ધોરડો, અંબાજી, શ્રીનાથજી, પાલીતાણા, સાળંગપુર, સોમનાથ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગર અને નડાબેટની હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવશે.
અમદાવાદથી અંબાજી : 40 મિનિટ પહોંચી જવાશે
અમદાવાદથી શ્રીનાથજી : દોઢ કલાકમાં પહોંચી જવાશે
અમદાવાદથી તલગાજરડા : દોઢ કલાકમાં પહોંચી જવાશે
અમદાવાદથી પાલિતાણા : સવા કલાકમાં પહોંચી જવાશે
અમદાવાદથી સારંગપુર : 50 મિનિટમાં પહોંચી જવાશે
અમદાવાદથી સોમનાથ : દોઢ કલાકમાં પહોંચી જવાશે
અમદાવાદથી SOU : એક કલાક પહોંચી જવાશે
અમદાવાદથી વડનગર : અડધો કલાકમાં પહોંચી જવાશે
અમદાવાદથી નડાબેટ : 55 મિનિટમાં પહોંચી જવાશે
ઓનલાઈન બુકિંગ માટેની સાઇટ
હેલિકોપ્ટરની સેવા માણવા માટે તેની ટિકિટ ઓનલાઈન બુક કરાવવી પડશે. તમે www.aerotrans.in વેબસાઇટ પરથી ટિકિટ બુક કરાવી શકો છો. આ હેલિકોપ્ટર તમને અમદાવાદના રિવરફ્રંટ પર બનાવવામાં આવેલા એરોટ્રાન્સ પરથી મળશે.
ADVERTISEMENT