Rain In Gujarat: ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાં પણ દ્વારકા, કચ્છ, જૂનાગઢ, વડોદરા જેવા જિલ્લામાં અતિભારે વરસાદી મારથી લોકો રીતસર હેબતાઈ ગયા છે. અનેક ઘર અને દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે અને લાઈટના થાંભલા ધ્વસ્ત થવાથી અનેક ગામમાં અંધારપટ છવાયો છે તથા લોકોનું જીવન બેહાલ બન્યું છે.
ADVERTISEMENT
ભારે વરસાદથી દ્વારકા પાણી-પાણી
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. 24 કલાકમાં દ્વારકાના ખંભાળિયા માં 7.80 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે દ્વારકામાં જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે.
ખેડૂત પરિવારનું હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ
દ્વારકાના ખંભાળિયા તાલુકાના ધુમથર ગામે બે મહિલા અને 2 યુવાનો વાડી વિસ્તારમાં ફસાઈ ગયા હતા. જેની જાણ જિલ્લા વહીવટી તંત્રને થતાં ભારતીય સેનાના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યૂ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઈનપુટઃ રજનીકાંત જોશી, દ્વારકા
ADVERTISEMENT