Gujarat Rain: ગુજરાત માટે હજુ બે દિવસ 'ભારે', ગાજવીજ સાથે વરસાદ ભુક્કા બોલાવશે; જાણો લેટેસ્ટ આગાહી

Gujarat Rain Updates: રાજ્યમાં મેઘરાજાની ઘમકેદાર બેટિંગ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બધે જ મોટા ભાગના ગામો અને શહેરો પાણીમાં ગરકાવ થયા છે.

Gujarat Rain

Gujarat Rain

follow google news

Gujarat Rain Updates: રાજ્યમાં મેઘરાજાની ઘમકેદાર બેટિંગ જોવા મળી રહી છે, સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધી બધે જ મોટા ભાગના ગામો અને શહેરો પાણીમાં ગરકાવ થયા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી જારી કરવામાં આવી છે, જે મુજબ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં રેડ અલર્ટ અપાયું છે. અમદાવાદ, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા, જુનાગઢ, ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો  ભરૂચ, સુરત, ડાંગ, તાપી, કચ્છમાં પણ રેડ એલર્ટની આગાહી સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો  બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને, છોટા ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહેસાણા, અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

સામાન્ય કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં  ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા વરસાદની પરિસ્થિતી સર્જાય છે,  ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થતા હજુ બે દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વખતે સામાન્ય  કરતાં 40 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 
 

    follow whatsapp