નખત્રાણા પાણી-પાણીઃ કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ બેટમાં ફેરવાયા

Heavy Rain In Gujarat: ગુજરાતમાં હવે ચોમાસું ધીમે ધીમે આગેકૂચ કરી રહ્યું છે. ચોમાસું ઉત્તર ગુજરાત તરફ આગળ વધતાં એવું કહી શકાય કે આગામી ત્રણ-ચાર દિવસમાં સમગ્ર ગુજરાતને મેઘરાજા ભીંજવી દેશે.

Heavy Rain In Gujarat

કચ્છમાં ધોધમાર વરસાદ

follow google news

Heavy Rain In Gujarat: ગુજરાતમાં હવે ચોમાસું ધીમે ધીમે આગેકૂચ કરી રહ્યું છે. ચોમાસું ઉત્તર ગુજરાત તરફ આગળ વધતાં એવું કહી શકાય કે આગામી ત્રણ-ચાર દિવસમાં સમગ્ર ગુજરાતને મેઘરાજા ભીંજવી દેશે. આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં રાજ્યના 70 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં કચ્છના નખત્રાણમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. 

નખત્રાણામાં ભારે વરસાદ

કચ્છના નખત્રાણામાં દોઢ કલાકમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ત્રણ ઈંચ વરસાદ વરસતા બજારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા છે. નખત્રાણાની બજારો પાણી-પાણી થઈ ગઈ છે.  નગરની મુખ્ય બજારમાંથી જાણે નદી વહી નીકળી હોય તેવા દ્દશ્યો સર્જાયા છે. નખત્રાણાની બજારમાં ધમસમસતા પાણી જોઈ વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા છે.

દોઢ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ

આજે બપોરે 3 વાગ્યે નખત્રાણામાં વરસાદ શરૂ થયો હતો. સતત દોઢ કલાક સુધી અવિરત વરસાદ પડ્યો હતો. જેમાં નખત્રાણા શહેરમાં અંદાજીત દોઢ ઇંચ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.  

પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ

નખત્રાણા ઉપરાંત પોરબંદરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. પોરબંદર જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. બપોરના સમયે બગદર, ખાંભોદર, કિંદરખેડા, રામવાવ અને વિસાવાડા સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો હતો. આ ગામોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેને પગલે વાડી-ખેતરો પાણીથી તરબોળ બન્યા છે.

ઈનપુટઃ કૌશિક કાંઠેચા, ભુજ
 

    follow whatsapp