Gujarat Rain: રાજ્યના વાતાવરણમાં ‎પલટો, વાવાઝોડાને કારણે ભરૂચમાં વૃક્ષ ધરાશાયી, બે ના મોત

Gujarat weather forecast: ગુજરાતમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં પ્રિ-મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે. આજ રોજ બોટાદ શહેર સહિત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.

Gujarat Rain

Gujarat Rain

follow google news

Gujarat weather forecast: ગુજરાતમાં કેરળમાં ચોમાસાની એન્ટ્રી ગુજરાતમાં પ્રિ-મોન્સુનની શરૂઆત થઈ ગઈ છે. આજ રોજ બોટાદ શહેર સહિત અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો.બોટાદ શહેર ના ગઢડા રોડ,ભાવનગર રોડ,પાળીવાતાવરણમાં આવેલા પલટા બાદ અમદાવાદના વિવિધ વિસ્તારમાં એક ડઝન વૃક્ષ ધરાશાયીયાદ રોડ,ટાવર રોડ સહિતના વિસ્તારમાં અતિ ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અતિ ભારે પવન ફૂંકાવાનો શરૂ થતાં મીની વાવાઝોડા જેવો માહોલ સર્જાયો હતો.

અમરેલી પંથકમાં વરસાદ

તો બીજી બાજુ અમરેલી જિલ્લાના વાતાવરણ ‎પલટો જોવા મળ્યો હતો. અમરેલીના મોટાભાગના તાલુકા મથકો પર વરસાદી માહોલ જામ્યો છે. લીલીયા પંથકમાં વરસાદની શરૂઆત થતાં ગરમીથી થોડી ઘણી રાહત થઈ હતી.  લીલીયા ગ્રામીણના નાના કણકોટ, શાખપુર, નાના રાજકોટ સહિતના ગામમાં ઝાપટા પડ્યા હતા. 

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલટો, જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ

વલસાડના કપરાડામાં વરસાદ 

વલસાડના કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો છે. સુથાળપાડા વડોલી, રાનવેરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે સમગ્ર વિસ્તારમાં ઠંડક ફેલાયો છે. પવન સાથે વરસાદથી અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે.

ઘરથી નીકળતા જ વરસાદમાં પલળી જવું, હાથમાંથી પૈસા પડવા,જાણો શુભ કે અશુભ

લીમડાનાં ઝાડ પડવા સાથે પતરા ઉડ્યા

ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભારે પવન સાથે વિજળીના કડાકા સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સિઝનમાં પહેલા વરસાદ સાથે જોરદાર પવન ફુંકાતા વૃક્ષો ધરાશાય થયાની પણ ખબર સામે આવી રહી છે.  ઉમરાળા ગામે જોરદાર પવન ફુંકાતા મોટા લીમડાનાં ઝાડ પડવા સાથે પતરા ઉડ્યા તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે.  

ભરૂચમાં વડવૃક્ષને કારણે મહિલાનું મોત

ભરૂચના શુકલતીર્થ ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈ વિશાળકાય વડવૃક્ષ ધરાશાયી થયું છે. વડવૃક્ષ ધરાશાય થતા રીક્ષા અને સ્વીફ્ટ ડિઝાયર કાર ઝાડ નીચે દબાયા હતા. રીક્ષામાં સવાર મહિલાનું ઘટનાસ્થળે મોત જ્યારે એકની સારવાર દરમિયાન મૃત્યુ થયું, કારમાં બેઠેલા ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા. કારમાં બીજા  ફસાયેલાઓને ગ્રામજનોએ જે.સી.બી. મદદ થી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ ની મદદથી સારવાર હેઠળ ખસેડ્યા હતા.

    follow whatsapp