દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન… નવસારીમાં 6 કલાકમાં 10.5 ઈંચ વરસાદ, પૂરનું એલર્ટ અપાયું

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધીમાં 10.5 ઈંચ વરસાદ…

gujarattak
follow google news

અમદાવાદ: હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં ગુરુવારથી ફરી એકવારે ભારે વરસાદ વરસી રહ્યો છે. નવસારીમાં રાત્રે 10થી સવારે 4 વાગ્યા સુધીમાં 10.5 ઈંચ વરસાદ પડતા શહેર ફરી એકવાર પાણી-પાણી થઈ ગયું હતું. તો જલાલપુરમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. સુરત અને વલસાડમાં પણ મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો. સંઘ પ્રદેશ દાદર નગર હવેલીમાં પણ સાકરતોડ નદીમાં પૂર આવ્યું હતું.

પૂર્ણા નદી ખતરાના નિશાનથી 1 ફૂટ દૂર
નવસારીમાં તાજેતરમાં પડેલા વરસાદ અને ડાંગ જિલ્લામાં પડેલા વરસાદને કારણે અંબિકા, પૂર્ણા અને કાવેરી નદીઓમાં ઉછાળો આવ્યો છે. પૂર્ણા નદી ખતરાના નિશાનથી 1 ફૂટ દૂર છે, વહીવટીતંત્ર તેના પર નજર રાખી રહ્યું છે, એલર્ટ જાહેર કર્યું છે. શહેર, જિલ્લાના તમામ જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

બારડોલીમાં 24 લોકોનું રેસ્ક્યુ
સુરતના બારડોલીમાં રાત્રી દરમિયાન પડેલા ધોધમાર વરસાદના કારણે બારડોલી ખાતે જલારામ મંદિર પાછળ 13 વ્યકિતઓને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. તથા ડી.એમ. નગર અને એમ.એન.પાર્ક માંથી 11 વ્યકિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

આહવા-સાપુતારા રોડ બંધ કરાયો
ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે શિવઘાટ ધોધ પાસે ખડકો પડ્યા હતા. અહીં ધોધને કારણે આ સ્થળ પર્યટન સ્થળ છે. આહવા-સાપુતારાને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ ખડક પડવાના કારણે અવરોધાતા વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. ગયા વર્ષે 2022માં પણ આ માર્ગ પર ખડકો પડવાને કારણે વાહનવ્યવહાર બંધ થયો હતો. ભારે વાહનો પર લગભગ 6 મહિના માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

સંઘ પ્રદેશમાં સાકરતોડ નદીમાં પૂર
સંધપ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ વિસ્તારમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને ઉપરવાસમા ભારે વરસાદને કારણે સાકરતોડ નદીમા પુર આવવાને કારણે ભગતપાડા વિસ્તારમાં નદી કિનારે રહેતા દસથી વધુ ઘરો ડુબી જતા સ્થાનિકોએ ઘરના છાપરા પર બેસવાનો વારો આવ્યો છે. ટીનોડા ગામે રસ્તા પર પાણી ફરી વળવાને કારણે બે બાઈક સવારો તણાતા બચ્યા હતા. પારસીપાડા અને પારસપાડા વિસ્તારમાં પણ નદીના પાણી ફરી વળવાને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ખાનવેલની ગોલ્ડન પાઉંડ હોટલની પ્રોટેક્શન વોલ પણ તુટી પડી હતી. ખાનવેલથી ચૌડા તરફ જતા રસ્તા પર પણ નદીના પાણી પુલની ઉપરથી પસાર થવાને કારણે હાલમા બન્ને તરફનો રસ્તો બંધ કરવામા આવ્યો છે. અને બિંદ્રાબેન મંદિરમાં પણ પાણી ભરાઈ ગયા.

(વિથ ઈનપુટ: કૌશિક જોશી, રોનક જાની, સંજયસિંહ રાઠોડ)

 

    follow whatsapp