નવસારીમાં મેઘરાજાનું તાંડવ: નદીઓ છલકાતા અનેક લોકોનું સ્થાળાંતર, CM ભૂપેન્દ્ર પટેલે કલેક્ટરને કર્યો ફોન

Navsari Rain : ગુજરાતભરમાં વરસાદી માહોલ (Gujarat Rainfall) જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની છે.

Navsari Rain

નવસારીમાં તોફાની વરસાદ

follow google news

Navsari Rain : ગુજરાતભરમાં વરસાદી માહોલ (Gujarat Rainfall) જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ભારે વરસાદને પગલે નવસારીની અંબિકા અને કાવેરી નદી ગાંડીતૂર બની છે.  જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે. જેના કારણે લોકોનું સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું છે. 

 

અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર

અંબિકા અને કાવેરી બંને નદીઓના કાંઠાના વાંસદા ચીખલી અને ગણદેવી તાલુકાના ગામડાઓમાં તેમજ બીલીમોરા શહેરમાં નિચાળવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાયા છે. જેથી રાત્રિ દરમિયાન સેંકડો લોકોનું સ્થળાંતર કરાયું છે. અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા દેવધા ડેમ છલકાયો છે. દેવધા ડેમમાં સતત પાણીની આવક થતા દેવધા ગામમાં અનેક ઘરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે 1500થી વધુ લોકો પ્રભાવિત થયા છે.

CM ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે કરી વાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિની માહિતી આ બેય જિલ્લાના કલેકટરો સાથે ટેલીફોનીક વાતચીત કરીને માહિતી મેળવી છે. મુખ્યમંત્રીએ આ જિલ્લાના ગામોમાં નીચાણ વાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવા તેમજ વરસાદને કારણે ઉભી થયેલી પૂરની સ્થિતીમાં જાનમાલનું નુકસાન ન થાય તેવી સતર્કતા અને તકેદારી સાથે યોગ્ય પ્રબંધન માટે પણ વલસાડ અને નવસારીના કલેક્ટરને સૂચનાઓ આપી હતી.

24 કલાકમાં ખેરગામમાં સૌથી વધુ વરસાદ

નોંધનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં બરાબરનો  વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે. જેમાં નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 9.02 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વલસાડના ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7.09 ઈંચ, ડાંગ-આહવામાં 6.38 ઈંચ, કપરાડામાં 6.30 ઈંચ, ચીખલીમાં 6.22 ઈંચ વરસાદ નોંધાયો છે.   
    
    
 

    follow whatsapp