ભાર્ગવી જોશી.જૂનાગઢઃ જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હાલમાં જ જૂનાગઢમાં 16 ઈંચ વરસાદ ખાબક્યો છે જ્યારે ગિરનારમાં 20 ઈંચ વરસાદે ભેરે તબાહી મચાવી છે. ના માત્ર માણસ પણ અબોલ જીવો પણ વરસાદના ધસમસતા કહેરમાં ખેંચાતા જોવા મળ્યા છે. લોકોને વાહનોથી લઈ ઘર વખરીનું પણ નુકસાન થયું છે. નુકસાન સિવાય પણ જાન હાનીના પણ અહેવાલો મળી રહ્યા છે.
ADVERTISEMENT
‘તથ્યને જાહેરમાં ફાંસી આપો’ પીડિત પરિવારની માગ- Video
બાળકોને કરાયા રેસ્ક્યુુ
જૂનાગઢના ઘણા વિસ્તારોમાંથી તંત્ર લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહ્યું છે. આપને અહીં જણાવી દઈએ કે, જૂનાગઢના આલ્ફા સ્કૂલ મોતીબાગ રોડ પર જ અંદાજે 3000 જેટલા બાળકો ભણે છે. મોતીબાગમાં ટ્યૂશન ક્લાસથી બાળકોને રેસક્યૂ કરવામાં આવ્યા છે. 100થી વધારે બાળકો ટ્યૂશનમાં સવારે ભણી રહ્યા હતા પણ વરસાદને કારણે ઘરે જઈ ના શકતા તેમને એનડીઆરએફ દ્વારા તથા ફાયર અને પોલીસ વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આજે મોટાભાગની શાળાઓમાં રજા હતી નહીં તો અહીં મોટી ઘટના ઘટી શકે તેમ હતી. કારણ કે મોટા ભાગની શાળાઓ આ જ કાલવાના રસ્તાની આસપાસ બનેલી છે.
ADVERTISEMENT