બચાવો...બચાવો...બચાવો: પાણીની વચ્ચે ફસાયેલા ખેડૂતોઓનું હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ, જુઓ VIDEO

Rain In Gujarat: સૌરાષ્ટ્રમાં મેઘાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાં પણ દ્વારકા, પોરબંદર જેવા જિલ્લામાં અતિભારે વરસાદી મારથી લોકો રીતસર હેબતાઈ ગયા છે.

Rain In Gujarat

દ્વારકામાં હેલિકોપ્ટરથી દિલધડક રેસ્ક્યૂ

follow google news

Rain In Gujarat: સૌરાષ્ટ્રમાં મેઘાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને તેમાં પણ દ્વારકા, પોરબંદર જેવા જિલ્લામાં અતિભારે વરસાદી મારથી લોકો રીતસર હેબતાઈ ગયા છે. અનેક ઘર અને દુકાનમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે, રસ્તાઓ તૂટ્યા છે અને લાઈટના થાંભલા ધ્વસ્ત થવાથી અનેક ગામમાં અંધારપટ છવાયો છે તથા લોકોનું જીવન બેહાલ બન્યું છે. 

કલ્યાણપુરામાં ભારે વરસાદ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરામાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું અને સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 10.87 ઈંચ જેટલો વરસાદ ત્રાટકતા જીનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ચારેકોર પાણી-પાણી થઈ ગયું છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે દ્વારકાના કલ્યાણપુરના પાનેલી ગામે પાણીની વચ્ચે કેટલાક લોકો ફસાયા હતા. જેઓને બચાવવા માટે એરફોર્સ અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. 

3 ખેડૂતોનું દિલધડક રેસ્ક્યૂ 

કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામે પાણીના પ્રવાહમાં ત્રણ ખેડૂતો ફસાઈ ગયા હતા. દેવરખીભાઈ, નેભાભાઈ, કેસૂરભાઈ નામના ખેડૂતો ગામમાંથી વાડીએ પરત ફરતા ફસાયા હતા.  આ અંગેની જાણ થતાં એરફોર્સની ટીમ મદદ માટે પહોંચી હતી અને ત્રણેય ખેડૂતોનું હેલિકોપ્ટરથી સફળ રેસ્ક્યૂ કરાયું હતું. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા તમામ લોકોનું  રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. 

પૂનમ માડમે નાગરિકોને કરી અપીલ

નોંધનીય છે કે, ભારે વરસાદના પગલે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમ માડમે નાગરીકોને નદી-નાળા-ડેમથી દૂર રહેવા તેમજ પાણી ભરાયા હોય તેવા નીચાણવાળા વિસ્તારના લોકોએ સલામત સ્થળોએ ખસી જવા અપીલ કરી છે. 

ઈનપુટઃ દર્શન ઠક્કર, જામનગર
 

    follow whatsapp