અમદાવાદ : સમગ્ર રાજ્યમાંથી ચોમાસુ વિદાય લઇ રહ્યું છે, પણ વરસાદ જતા જતા પણ પુછડુ પછાડી રહ્યો છે. રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. આજે વહેલી સવારે અમદાવાદમાં વાતાવરણમાં પલટો આવ્યો અને કેટલાક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. જો કે મોડી સાંજે ફરી એકવાર વરસાદે રાઉન્ડ લીધો હતો. મોડી સાજે કેટલાક વિસ્તારોમાં તો ધોધમાર વરસાદ પડ્યો હતો. અમદાવાદના જમાલપુર, શાહપુર, કારંજ, ખોખરા, હાટકેશ્વર, અમરાઇવાડી સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જો કે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદ-વડોદરાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ
મોડી સાંજે જમાલપુર, કારંજ, ખોખરા, હાટકેશ્વર, શાહપુર, મણિનગર, જોશોદાનગર, ઇસનપુર, વસ્ત્રાલ, રામોલ, હાથીજણ, નિકોલ અને ઓઢવ જેવા પૂર્વના તો પશ્ચિમમાં પ્રહલાદનગર, સીજી રોડ, એસજીહાઇવેના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. સાંજે 6.30 થી ચાલુ થયેલો વરસાદ 9 વાગ્યા સુધી તબક્કાવાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદના કારણે અનેક લોકો અધવચ્ચે જ ફસાઇ ગયા હતા.
નવરાત્રી પુર્ણ થયા બાદ મેઘરાજાએ જમાવટ કરી
નવરાત્રિ દરમિયાન છુટાછવાડા વરસાદને બાદ કરતા ગુરૂવારે વડોદરામાં વરસાદ તુટી પડ્યો હતો. ચોમાસાની વિદાય થઇ ચુકી છે પરંતુ દિવાળી નજીક હોવા છતા હજુ પણ વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે. 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના અનુસાર ગીરસોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની આગાહી છે. કેટલાક વિસ્તારોમાં પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે.
દેશના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં દિલ્હી, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, તેલંગાણા, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તથા ત્રિપુરામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો. હિમાચલ, ઉતરાખંડ, યુપી, મધ્યપ્રદેશમાં 8 ઓક્ટોબર સુધી યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT