અમદાવાદમાં સી.જી રોડ, મેમનગર, વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

અમદાવાદ શહેરમાં શનિવારથી સતત મેઘરાજાની પધરામણી થઈ રહી છે. ત્યારે આજે મંગળવારે રાત્રે 9 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી…

gujarattak
follow google news

અમદાવાદ શહેરમાં શનિવારથી સતત મેઘરાજાની પધરામણી થઈ રહી છે. ત્યારે આજે મંગળવારે રાત્રે 9 વાગ્યા બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. મોડી સાંજે શહેરના મેમનગર, નારણપુરા, વસ્ત્રાપુર, બોપલ-ઘુમા તથા સી.જી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જેમાં કેટલીક જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા થઈ હતી. પરિણામે સાંજે ઘરે જતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ હજુ આવતીકાલે 27મી જુલાઈએ પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં હળવેથી મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.

નોંધનીય છે કે શનિવારે શહેરમાં ભારે વરસાદને પગલે અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. જેમાં નિકોલ, સી.ટી.એમ, ઈસનપુર સહિતના વિસ્તારોમાં સોસાયટીઓમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા, જેથી લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું હતું.

    follow whatsapp