ભાર્ગવી જોશી, જૂનાગઢ: સૌરાષ્ટ્રમાં જઅને બારે મેઘ ખાંગા હોય તેવી સ્થિતિનો માહોલ સર્જાયો છે. આ દરમિયાન હવે વરસાદને લઈ રાજ્યના કુલ 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 53.96 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ત્યારે ભારે વરસાદને પગલે રાજ્યમાં વાહનવ્યવહાર અને રેલવે તંત્ર પર પણ ભારે અસર પડી છે. પશ્ચિમ રેલવે પર ભારે અસર પડી છે. જેને કારણે ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી છે.
ADVERTISEMENT
સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદના કારણે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર, મીટરગેજ વિભાગમાં ઘણી જગ્યાએ ટ્રેકની નીચેથી માટીનું ધોવાણ અને પાટા ઉપરથી પાણી વહેવા અને વેરાવળ યાર્ડમાં પાણી ભરાવાના કારણે રેલવે બોર્ડની કેટલીક ટ્રેનો તા.19.07.2023ના રોજ રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોને ટૂંકી ટર્મિનેટ કરવામાં આવી છે. અને કેટલીક ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
સંપૂર્ણપણે રદ કરાયેલી ટ્રેનો
ટ્રેન નંબર 09532 જૂનાગઢ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09296 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09508 અમરેલી – વેરાવળ (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09505 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09295 વેરાવળ – દેલવાડા (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09291 વેરાવળ – અમરેલી (મીટરગેજ ટ્રેન)
ટ્રેન નંબર 09531 દેલવાડા – જૂનાગઢ (મીટરગેજ ટ્રેન)
ટૂંકી ટર્મિનેટેડ ટ્રેનો
ટ્રેન નં. 09513 રાજકોટ-વેરાવળ 19.07.2023 ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટૂંકી થશે, આમ આ ટ્રેન જૂનાગઢ-વેરાવળ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 19207 પોરબંદર – વેરાવળ 19.07.2023 ના રોજ જૂનાગઢ સ્ટેશન પર ટૂંકી ટર્મિનેટ કરવામાં આવશે, આમ આ ટ્રેન જૂનાગઢ-વેરાવળ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નં. 09292 અમરેલી-વેરાવળ 19.07.2023 ના રોજ વિસાવદર સ્ટેશન પર ટૂંકી થશે, આમ આ ટ્રેન વિસાવદર-વેરાવળ વચ્ચે રદ રહેશે.
ટ્રેન નંબર 11463 વેરાવળ – જબલપુર 19.07.2023 માટે ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને લઈ આટલા રસ્તાઓ બંધ
રાજ્યમાં ભારે વરસાદને કારણે કુલ 65 રસ્તાઓ બંધ થયા છે. જેમાં પંચાયત હસ્તકના 52 રસ્તાઓ બંધ આ સાથે ચાર સ્ટેટ હાઇવે પણ બંધ થયા છે. રાજ્યના ચાર સ્ટેટ હાઇવેમાં રાજકોટ, બે ગીર સોમનાથ અને એક પોરબંદરનો સ્ટેટ હાઇવે બંધ થયા છે. રાજ્યના અન્ય નવ માર્ગો પણ બંધ થયા છે. આ સાથે 6 NDRF ની ટીમ મોકલવામાં આવી છે. ગિર સોમનાથ, કચ્છ, નવસારી, વલસાડ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં NDRF ની ટીમ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT