Gujarat Rain LIVE Updates: સૌરાષ્ટ્રમાં મેઘરાજાની તોફાની બેટિંગ, દ્વારકા-પોરબંદર પાણી-પાણી; ત્રિવેણીઘાટ ડૂબ્યો

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

GUJARAT RAIN LIVE

ગુજરાતમાં વરસાદ લાઈવ અપડેટ

follow google news

Gujarat Rain LIVE Updates: ગુજરાતના ક્યાં-ક્યાં વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ કરી બેટિંગ અને આજે ક્યાં-ક્યાં વિસ્તારોમાં વરસાદની છે આગાહી? વરસાદને લગતા સમાચાર અને તેની પળેપળની અપડેટ ગુજરાત તક પર વાંચતા રહો.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 06:10 PM • 20 Jul 2024
    રાણપુરમાં ધોધમાર વરસાદ શરૂ

    બોટાદ જિલ્લાના રાણપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. રાણપુર શહેરમાં બપોરબાદ કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદ થતાં રાણપુરની બજારોમાં પાણી વહેતા થયા છે. રાણપુર તાલુકાના રાજપરા ,ખોખનીયા, અલમપુર, નાનીવાવડી, હડમતાળા મોટીવાવડી સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સારો વરસાદ થતાં લોકોમાં અને ખેડૂતોમાં આનંદ છવાયો છે

  • 04:32 PM • 20 Jul 2024
    Ambalal Patel Rain Forecast : અંબાલાલ પટેલે કરી આગાહી

     હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે  24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે ગુજરાતમાં ભારે વરસાદ લાવશે. આગામી 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. આ સાથે જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ ભારે વરસાદની અંબાલાલ  પટેલે આગાહી કરી છે. તેઓના જણાવ્યા અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. તો ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. 

  • 03:41 PM • 20 Jul 2024
    Gujarat Rain: આવતીકાલે ક્યાં પડશે વરસાદ?

    રવિવારે સાંબરકાંઠા, અરવલ્લી, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દિવમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ પ્રકારનો વરસાદ પડવાની પણ શક્યતા છે. 
     

  • 03:20 PM • 20 Jul 2024
    દ્વારકાની શાળામાં રજા જાહેર

    દ્વારકા જિલ્લામાં ભારે વરસાદને પગલે શિક્ષણતંત્ર દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં આજરોજ સવારે રજા જાહેર કરી દેવામાં આવી હતી. દ્વારકામાં ભારે વરસાદ અને નુકસાનીને પગલે NDRFની ટીમ દ્વારકા જવા રવાના થઈ છે. ધોધમાર વરસાદને પગલે ગ્રામ્ય વિસ્તારોના અનેક માર્ગો બંધ થયા છે, ખેતરો જળબંબાકાર તો જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક મકાનમાં ત્રણ-ત્રણ ફૂટ પાણી ભરાઈ જતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

  • 02:06 PM • 20 Jul 2024
    Gujarat Rain: દામોદર કુંડ આવ્યા નીર

    Gujarat Rain:  જૂનાગઢમાં વરસાદ શરૂ થતાં દામોદર કુંડ સતત બીજા દિવસે છલકાયો છે. ભારે વરસાદને પગલે જૂનાગઢમાં ગિરનારમાં સોનરખ નદીમાં પુર આવ્યા છે. 

     

     

  • 02:03 PM • 20 Jul 2024
    અમરેલીમાં ઉભરાયા ગટરના પાણી

    અમરેલી પાલિકાની પ્રિ-મોનસુન કામગીરીની ખુલી પોલ છે. અમરેલીના હવેલી રોડથી ટાવર રોડ પર ગટરના પાણી ફરી વળ્યા છે. ગટરના પાણી રોડ પર ફરી વળતાં વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 
    છેલ્લા 10 દિવસથી ગટરના પાણી ઉભરાતા વેપારીઓમાં રોષ વ્યાપી ગયો છે. વેપારીઓ દ્વારા અમરેલી નગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી છે. 

  • 12:06 PM • 20 Jul 2024
    Gujarat Rain: ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું

    જામનગરના દરેડમાં આવેલું સુપ્રસિદ્ધિ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે. જામનગર પંથકમાં અવિરત વરસાદથી રંગમતી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ખોડિયાર મંદિર પાણીમાં ગરકાવ થયું છે.

     

     

  • 10:53 AM • 20 Jul 2024
    4 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

    રાજ્યમાં આજે પણ બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં ગુજરાતના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દ્વારકામાં 88 મિમિ વરસાદ નોંધાયો છે. જ્યારે તાલાલામાં 63 મિમિ, વેરાવળમાં 62 મિમિ, વંથલીમાં 56 મિમિ, જૂનાગઢમાં 55 મિમિ વરસાદ નોંધાયો છે. 

  • 10:43 AM • 20 Jul 2024
    પોરબંદર જિલ્લામાં 554 લોકોનું સ્થળાંતર

    પોરબંદર જિલ્લામાં 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાંથી 554 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તમામને સરકારી શાળા ખાતે આશરો અપાયો છે. તો તમામ માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

     

     

  • 10:08 AM • 20 Jul 2024
    ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદ

    ગીર સોમનાથમાં સાંબેલાધાર વરસાદના પગલે સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ત્યારે વેરાવળના સવની ગામ નજીક ખોડીયાર મંદિર પાસે આવેલો ગાગડીયા ધરા ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું.

  • 09:57 AM • 20 Jul 2024
    વહીવટી તંત્ર સામે લોકોનો રોષ

    પોરબંદરમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. લોકોએ વહીવટીતંત્ર પ્રત્યે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે, લોકોએ કહ્યું કે તેમની સમસ્યા જોવા કોઈ આવ્યું નથી, તેઓ બે દિવસથી તેમના ઘરોમાં કેદ છે. જણાવી દઈએ કે ગુજરાતમાં ભારે વરસાદને જોતા NDRFની 10 ટીમો અને SDRFની 20 ટીમો તૈનાત કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે અત્યાર સુધીમાં 45 લોકોના રેસ્ક્યૂ કરાયા છે અને 400 લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

  • 09:56 AM • 20 Jul 2024
    પોરબંદરમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી

    ગુજરાતના પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, વલસાડ, કચ્છમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.

    પોરબંદરની વાત કરીએ તો છેલ્લા 25 વર્ષમાં પ્રથમ વખત બે દિવસમાં 20 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. પોરબંદરના ખાપર વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવાને કારણે લોકો હજુ પણ પરેશાન છે, લોકોના ઘરમાં પાણી ઘુસી જતાં ભારે નુકસાન થયું છે.

    પોરબંદરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે લોકો દિવસભર વીજળી વિના ઘરોમાં જ રહેવા મજબૂર બન્યા હતા. જોકે, ગત રાત્રિથી બંધ પડેલા વરસાદને કારણે હવે પાણીના સ્તરમાં ઘટાડો થવા લાગ્યો છે. 

  • 09:52 AM • 20 Jul 2024
    Gujarat Rain: ગુજરાતમાં 41 રસ્તાઓ બંધ

    ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થવાથી રાજ્યના 41 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. સૌથી વધુ પોરબંદરના 17 રસ્તા બંધ કરવા પડ્યા છે.. તો જૂનાગઢના 12 રસ્તા બંધ કરવા પડ્યા છે. 6 સ્ટેટ હાઇવે, 25 પંચાયત હસ્તક રસ્તા અને અન્ય 10 રસ્તાઓ બંધ કરવા પડ્યા છે. 
     

  • 09:51 AM • 20 Jul 2024
    Gujarat Rain: રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ

    ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિશે વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં અતિભારે વરસાદનું રેડ અલર્ટ અપાયું છે. તો કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આજે અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ અને દાહોદમાં યેલો અલર્ટ આપવામાં આવ્યું છે. 
     

  • 09:51 AM • 20 Jul 2024
    ઝોનવાઈઝ કેટલો નોંધાયો વરસાદ?

    રાજ્યમાં અત્યાર સુધીમાં પડેલા વરસાદ વિશે વાત કરીએ તો સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર ઝોનમાં નોંધાયો છે, સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં સરેરાશ 54.58 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 50.90 ટકા વરસાદ નોંધાયો છે. 

     

  • 09:49 AM • 20 Jul 2024
    Gujarat Rain: ગુજરાતમાં 122 તાલુકાઓમાં વરસાદ

    Gujarat Rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ખાબકેલા વરસાદની વાત કરીએ તો ગુજરાતમાં ગઈકાલે સવારના 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં 122 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો છે. દ્વારકામાં 24 કલાકમાં 372 મિમિ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે દ્વારકાના રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. તો લોકોના ઘરોમાં પણી ઘુસી જતાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે.


    તો પોરબંદરમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. અહીં 24 કલાકમાં 253 મિમિ વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના કેશોદમાં 213 મિમિ વરસાદ, વંથલીમાં 179 મિમિ, દ્વારકાના કલ્યાણપુરમાં 166 મિમિ, ખંભાળિયામાં 121 મિમિ, રાણાવાવમાં 115 મિમિ વરસાદ નોંધાયો છે.

follow whatsapp