અમદાવાદઃ રાજ્યમાં હાલ તો બે ઋતુનો અનુભવ નાગરિકો કરી રહ્યાં છે. જેના કારણે બિમાર પડવાની શક્યતાઓ પણ વધારે સેવાઈ રહી છે. જો કે આ શિયાળાની વિદાય વખતે જ ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ફેબ્રુઆરીમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એવામાં હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. અંગ દઝાડતી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સાથે થોડા દિવસો ઝાકળ પણ રહેશે. પરંતુ ગરમીનું આ તો માત્ર ટ્રેલર છે પિક્ચર હવે શરુ થશે.કારણ કે તાપમાનમાં વધારો થવાની આગાહી સાંભળીને જ ભલભલાનો પરસેવો છૂટી ગયો હશે.
ADVERTISEMENT
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યમાં સોમવારથી ગરમીના પ્રમાણમાં વધારો થશે. 24 કલાક બાદ રાજ્યમાં 2થી 4 ડિગ્રી તાપમાન વધવાની આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાવાને કારણે ગરમીમાં વધારો થશે. જોકે, 27 ફેબ્રુઆરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેના કારણે ફરી 1થી 2 ડિગ્રી તાપમાન ઘટી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રાજ્યમાં થશે
હિમાલયમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ વર્તાશે. ઉત્તરના પવનોને કારણે રાજ્યમાં સવારે ભેજનું પ્રમાણ વધશે. ભેજનું પ્રમાણ વધતા સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધુમ્મસની સાથે ઝાકળવર્ષા થઈ શકે છે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. આ બેવડી ઋતુના કારણે ગુજરાતીઓ બિમાર પડે તેવી પણ શક્યતા છે. માથાનો દુખાવો, શરદી થવી, તાવ જેવી બિમારી થઈ શકે છે. બે ઋતુઓના લીધે શરદી, ઉધરસ અને વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓમાં વધારો જોવા મળે છે. ખાસ કરી નાના બાળકો ઇન્ફેકશનનો ભોગ બની શકે છે.
માર્ચના પહેલા સપ્તાહમાં જામશે ઉનાળો
જો કે ઉત્તર પશ્વિમ પવનના કારણે આજથી ગરમીનો પારો વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલું તાપમાન વધશે. ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચે તેવી આગાહી કરવામાં આવી છે. તો માર્ચના પહેલા અઠવાડિયામાં અમદાવાદમાં ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.
પાંચ દિવસની હવામાન વિભાગની આગાહી
આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી આવી ગઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક વીજન લાલે જણાવ્યું કે, આજે ઉત્તર ગુજરાતના તાપમાનમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 2 ડિગ્રી જેટલો વધારો થઇ શકે. ઉત્તર ગુજરાતમાં 37 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા છે. તો અમદાવાદમાં આજે 35 ડિગ્રી તાપમાન પહોંચી શકે છે. આ સાથે જ લઘુતમ તાપમાનમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચોઃ પાન મસાલાની એડ કરવીએ મારા જીવનની સૌથી મોટી ભૂલ, જાણો અક્ષય કુમારે કેમ કહ્યું આવું?
ફેબ્રુઆરીમાં તૂટશે ગરમીના તમામ રેકોર્ડ
હાલ ફેબ્રુઆરી મહિનાનો અંત ચાલી રહ્યો છે. હવામાન વિભાગા એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, માર્ચના પહેલા સપ્તાહથી ઉનાળાની શરૂ થઈ જશે.આ વર્ષે ફેબ્રુઆરીમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટી શકે છે. આ મહિનાના છેલ્લા 3 દિવસ દરમિયાન એટલે કે આજથી 28 ફેબ્રુઆરી દરમિયાન સરેરાશ તાપમાન 31થી 32 ડિગ્રી રહી શકે છે. જો આવું થશે તો આ એક દાયકાનો પ્રથમ એવો ફેબ્રુઆરી મહિનો હશે, જેમાં સાત દિવસ સુધી તાપમાન 30 ડિગ્રીથી વધુ નોંધાયું હોય અને આવું થશે તો એક દાયકામાં આ વર્ષોનો ફેબ્રુઆરી મહિનો સૌથી ગરમ બની જશે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT