Weather Forecast: આગામી બે દિવસ અમદાવાદમાં રેડ એલર્ટ, હવામાન વિભાગે હિટવેવની કરી આગાહી

Gujarat Weather Forecast: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે. હજુ પણ કાળઝાળ ગરમીથી રાહત મળવાની નથી. 45.9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ અમદાવાદ શહેર બન્યું

Weather Forecast

અંબાલાલ પટેલની શું છે આગાહી?

follow google news

Gujarat Weather Forecast: રાજ્યમાં અંગ દઝાડતી ગરમી જોવા મળી રહી છે. હજુ પણ કાળઝાળ ગરમીથી રાહત મળવાની નથી. 45.9 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ અમદાવાદ શહેર બન્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથવાત રહેવાનો છે. સૌરાષ્ટ્રમાં આગામી 3 દિવસ માટે હિટવેવની આગાહી છે અને અમદાવાદ શહેરમાં 2 દિવસ માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદ ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અને સુરેન્દ્રનગરમાં 3 દિવસ હિટવેવની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, આણંદમાં રાત્રીના સમયે પણ ગરમ પવન ફૂંકાવવાની આગાહી છે.

Gujarat high court માં બમ્પર ભરતી, ધો. 10 થી ગ્રેજ્યુએટ પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો સંપૂર્ણ માહિતી

અંબાલાલ પટેલની શું છે આગાહી?

અંબાલાલ પટેલે જણાવ્યું કે, 4 દિવસ સુધી રાજ્યમાં  ગરમી આકરી રહેશે, મહત્ત્મ ઉષ્ણાંતામાન મધ્ય ગુજરાતના ભાગોમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું જવાની શક્યતા રહે અને 26મી મેથી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ થવાનો શક્યતા રહેશે. આ પ્રિમોનસૂન એક્ટિવિટી આંધી વંટોળ સાથે રહેવાની શક્યકતા રહેશે. આ ઉપરાંત ચોમાસું વહેલું આવવાની શક્યતા રહેશે. તારીખ 7થી 14 જૂનમાં મૃગશીષ નક્ષત્રમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 14થી 28માં આંધી વંટોળ અને તેજ ગતિના પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. આ સિવાય જુલાઈ અને ઓગસ્ટમાં ખૂબ જ સારો વરસાદ થશે.

    follow whatsapp