Ahmedabad: ગરમીથી હિટ ઈલનેસ, 108ને 15 દિવસમાં મળ્યા 2000 કોલ્સ

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હાલમાં ઝાડા ઉલ્ટીના જ રોજના સરેરાશ 100 કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે 108ને છેલ્લા 15 દિવસમાં ગરમીના કારણે વિવિધ…

Ahmedabad: ગરમીથી હિટ ઈલનેસ, 108ને 15 દિવસમાં મળ્યા 2000 કોલ્સ

Ahmedabad: ગરમીથી હિટ ઈલનેસ, 108ને 15 દિવસમાં મળ્યા 2000 કોલ્સ

follow google news

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં હાલમાં ઝાડા ઉલ્ટીના જ રોજના સરેરાશ 100 કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે 108ને છેલ્લા 15 દિવસમાં ગરમીના કારણે વિવિધ રીતે બિમાર થવાના 2000 કોલ્સ મળ્યા હોવાના આંકડા સામે આવ્યા છે. ગરમીના કારમે હિટ ઈલનેસના કેસમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ગરમીમાં બિનજરૂરી બહાર નહીં નિકળવાની સલાહ પણ તંત્ર દ્વારા લોકોને અપાઈ છે. આમ પણ અમદાવાદમાં બે દિવસ તો ઓરેન્જ એલર્ટ હતું. જે દરમિયાન ગરમીનો પારો કેવો હતો તે લોકો સારી રીતે જાણે છે.

ચક્કર-અશક્તિના 650 કોલ મળ્યા
અમદાવાદ શહેરની વાત કરીએ તો 1 મેથી સતત ઝાડા ઉલ્ટીના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં 108ને પેટમાં દુખાવાના 1000 જેટલા કોલ્સ મળ્યા છે. ઉપરાંત ચક્કર આવી જવા અને અશક્તિ થવા જેવા 650 કોલ્સ મળ્યા છે. 108 ઈમરજન્સી સેવાને આ સાથે જ આ દિવસો દરમિયાન 50 કોલ્સ માથાના દુખાવાને લઈને તથા વધુ પડતા તાવના 331 કોલ્સ મળ્યા છે.

રાષ્ટ્રપતિ ભવનમાં હવે સપ્તાહના 6 દિવસમાં 7 સ્લૉટમાં કરો ભ્રમણ

આ અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકી કહે છે કે, અમદાવાદમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે ત્યારે અર્બન અને કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર્સમાં ઝાડા ઉલટીના સરેરાસ 100 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે. રોજના સરેરાશ 25થી વધારે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામં આવી રહ્યા છે. પાણીજન્ય રોગો જેવા કે કમળો, ઝાડા ઉલ્ટી જેવા કેસ પણ વધી રહ્યા છે.

    follow whatsapp