હેતાલી શાહ.આણંદઃ અવારનવાર હાર્ટ એટેકથી મોતની ઘટનાઓ હવે સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા નવસારીમાં એક 17 વર્ષીય વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. તો બે દિવસ બાદ આણંદના ઓડમાં 22 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થતા ચકચાર મચી છે.
ADVERTISEMENT
મહેનતુ પરિવારનો દિપક ઓલવાયો
આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડમાં 22 વર્ષીય યુવક જીલ ભટ્ટ પોતાના પરિવાર સાથે રહેતો હતો અને તે અભ્યાસ પૂર્ણ થતા નડિયાદમાં મોબાઇલની દુકાનમાં મોબાઈલ રિપેરીંગનું કામ કરતો હતો. તો જીલના પિત ચંદ્રકાંતભાઈ ટીવી રિપેરીંગનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એવામાં બુધવારે આશરે સવારે 8:00 વાગ્યાની આસપાસ જીલ પોતાના રોજિંદા કામ અનુસાર ઉઠીને બાથરૂમમાં ગયો હતો. ઘણો સમય વીતી ગયો છતાય જીલ બાથરૂમની બહાર આવ્યો ન્હોતો. જેને લઇને પરિવારજનોને આશંકા થતા બાથરૂમનો દરવાજો ખખડાવી જીલને બૂમો પાડી હતી. પરંતુ જીલનો કોઈ જવાબ ન આવતો ન્હોતો.
હાલોલઃ GIDCની દીવાલ ધરાશાયી થતા 4 બાળકોનું મૃત્યુ, 8 લોકો દટાયા
પરિવારનો એકનો એક પુત્ર હતો જીલ
આ સાથે જ પરિવારની ચિંતામાં વધારો થયો હતો. આખરે પરિવારજનોએ બાથરૂમનો દરવાજો જ તોડી નાખ્યો. ત્યારે સૌ કોઈ ચોંકી ગયા કારણ કે જીલ બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડ્યો હતો. જેને લઇને તાત્કાલિક પરિજનો જીલને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો અને મોતનું કારણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જણાવ્યું હતું. જેને લઈ પરિજનોમાં શોકની લાગણી વ્યાપી છે. મહત્વનું છે કે જીલ તેના પરિવારનો એકનુ એક સંતાન હતું. નાની વયે જીલંનુ અચાનક હાર્ટ એટેકથી મોત થતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા છે.
ADVERTISEMENT