પાલનપુર: હાર્ટ એટેકની ઘટનાઓ છેલ્લા ઘણા સમયથી ઘણી વધારે સામે આવવા લાગી છે ત્યારે ગુજરાતમાં રાધનપુર-ડીસા વાળા હાઈવે પર આવી જ એક ઘટનામાં ટ્રક ચાલકનું મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જીમમાં કસરત કરતાં, ક્રિકેટ રમતા કે અન્ય રમત રમતા અથવા તો શાંતીથી પોતાના વાહન પર બેસી રહેલા વ્યક્તિને પણ અચાનક એટેક આવી જતા તે મૃત્યુ પામ્યા હોવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે મોટાભાગની ઘટનામાં આશ્ચર્યની વાત એ પણ હોય છે કે મૃતક યુવાન વયનો વ્યક્તિ હોય છે.
ADVERTISEMENT
પત્નીને મોતને ઘાટ ઉતારી પતિએ મૃતદેહને ઘરની સામે જ દાટી દીધો, આ રીતે ફૂટ્યો ભાંડો
સુજબુજથી ટ્રકને ઊભી રાખી દીધી પણ…
પ્રાપ્ત વિગતો અનુસાર, આજે બુધવારની વહેલી સવારે કાંકરેજના ખોડલા નજીક આવેલી ભેરવનાથ હોટલ નજીકથી ટ્રક લઈને જઈ રહેલા એક ટ્રક ટ્રાઈવરને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જોકે ચાલુ ટ્રકે ડ્રાઈવરે સુજબુજ વારપી ધીમેથી ટ્રકને એક તરફ કરી લીધી હતી. ટ્રક સલામત સ્થળે આવી જતા અકસ્માતનો પણ ભય આ યુવાને રોકી લીધો હતો. જેથી અન્ય લોકોના પણ જીવ બચ્યા હતા. પણ આ તરફ તે ડ્રાઈવર નીચે ઉતરતા જ બેભાન થઈ ગયો હતો. આ ડ્રાઈવરને તુરંત ત્યાં હાજર હોટલના માલિક અને અન્યો દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે હોસ્પિટલમાં જતા પહેલા જ રસ્તામાં તેનું અવસાન થયું હતું.
ADVERTISEMENT