સુરેન્દ્રનગર : ગુજરાતમાં હાર્ટ એટેકની ઘટનાઓના કેસમાં ખુબ જ ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફ સ્ટાઇલના કારણે હાર્ટ એટેકના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. વૃદ્ધો તો ઠીક પરંતુ યુવાનો પણ અકાળે મોતને ભેટી રહ્યા છે. જેના કારણે સ્થિતિ ખુબ જ વિપરિત બની છે. અનેક લોકો તો બેઠા બેઠા જ ઢળી પડતા હોવાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવતી રહે છે. સુરેન્દ્રનગરમાં હાર્ટ એટેકના કારણે 24 કલાકમાં જ 3 લોકોનાં મોત નિપજ્યાં હતા.
ADVERTISEMENT
હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા
રાજ્ટમાં હાર્ટ એટેકના કારણે વધારે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. પરમપ્રકાશ સ્વામીના નિધનના કારણે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં હાર્ટ એટેકના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બપોરે જમ્યા પક્ષી વામકુક્ષી કરી ત્યાર બાદ ફરી ક્યારેય ઉઠ્યા નહી
પરમ પ્રકાશ સ્વામીનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. સ્વામીનારાયણ મંદિરમાં જ હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું હતું. બપોરના ભોજન બાદ તેઓ વામકુક્ષી (બપોરના ભોજન બાદનો આરામ) માટે ગયા હતા. ત્યાર બાદ મોડી સાંજ સુધી સ્વામીજી બહાર નહી આવતા તેમના રૂમમાં જઇને તેમને ઉઠાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેઓ નહી ઉઠતા તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યાં ડોક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. એક જ દિવસમાં 3 લોકોનાં હાર્ટ એટેકના કારણે મોત થયા હતા.
ADVERTISEMENT