વડોદરાઃ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી યુવાનોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી રહી છે જે ચિંતા જનક લોકો માટે છે પણ સરકાર માટે આ કેટલી ચિંતા જનક છે તે સરકાર જાણે, ખાણીપીણીથી લઈને ખાદ્ય પદાર્થોમાં ભારે ભેળસેળ અને ડુપ્લીકેશન પણ સામે આવી રહ્યું છે ત્યારે વારંવાર બની રહેલા હાર્ટ એટેલના બનાવો લોકો વચ્ચે વિવિધ ચર્ચાઓને જોર આપી રહ્યા છે. હાલમાં ઘણા લોકોમાં હાર્ટ એટેકના વધતા બનાવો પાછળ કોરોના વેક્સીનેશનને પણ જવાબદાર માનવામાં આવી રહી છે પરંતુ તબીબી દ્રષ્ટીએ આ અંગે કેટલી સત્યતા છે તે જાણીને જ આ પ્રકારના નિવેદનો પર વિશ્વાસ કરવો કે નહીં તે નક્કી કરવું જોઈએ. હાલમાં વધુ એક હાર્ટ એટેકની ઘટના સામે આવી છે જેમાં પરિવાર માટે આશાસ્પદ યુવાન મૃત્યુ પામ્યો છે. વડોદરાની મસયુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું તેમાં મૃત્યુ થયું છે.
ADVERTISEMENT
‘રિવાબાનો ખાર અમારા પર શેના કાઢો છો’- જામનગરની બોર્ડની મીટિંગમાં મેયરનો કોર્પોરેટરે ઉધડો લીધો
પરિવાર માટે આઘાત
મસયુમાં સાયન્સ ફેકલ્ટીમાં ઝુઓલોજીનો અભ્યાસ કરતા પાટણના દીપ ચૌધરી નામના યુવાનને આજે અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર તે અહીં બોયઝ હોસ્ટેલમાં મિત્રો સાથે વાત કરતો હતો અન અચાનક તેનું હૃદય બેસી જતા ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને બેહોશ જોઈ મિત્રો પણ ગભરાઈ ગયા હતા. તેમણે તેને તુરંત સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ તરફ ઘટનાની જાણ ડીનને પણ કરવામાં આવી હતી. મામલાને લઈને પાટણ ખાતે રહેતા તેના પરિવારને આ મામલો જણાવ્યો હતો. જોકે પરિવારને ક્યાં ખબર હતી કે તેમનો વ્હાલો દીપ હવે તેમની આંખો સામે હસ્તો દેખાશે નહીં. પરિવાર માટે આ આઘાત જનક ઘટના હતી. જુવાન અને આશાસ્પદ દીપના અવસાને પરિવારના હૃદય પર વજ્રઘાત ચલાવી છે. ઘટનાને લઈને તેના પોસ્ટ મોર્ટમ સહિતની વિધિ કરવામાં આવી હતી. દીપની અંતિમવિધિ પાટણમાં કરવામાં આવશે. દીપના પરિવાર સહિત તેના મિત્રોમાં પણ શોદ છવાઈ ગયો હતો.
ADVERTISEMENT