ગાંધીનગરઃ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં યુવાન વયે પણ હાર્ટ એટેક આવવાથી લઈને બાલ્યાવસ્થામાં પણ હૃદય રોગના હુમલાની ઘટનાઓ સામે આવવા લાગી છે. ત્યારે વધુ એક ઘટના બની છે જેમાં નવસારીના યુવાને હાર્ટ એટેકથી જીવ ગુમાવ્યો છે. આ યુવાનની ઉંમર માત્ર 21 વર્ષની હતી. પરિવારે એક આશાસ્પદ યુવાનને હાર્ટ એટેકને પગલે ગુમાવ્યો છે. પરિવાર માટે આ ઘટના કોઈ મોટા વજ્રઘાતથી ઓછી નથી.
ADVERTISEMENT
21 વર્ષે જીવ ગુમાવનાર યુવાનના પરિવાર-મિત્રોમાં શોક
છેલ્લા કેટલાક સમયથી ગરબા, ડાન્સ, ક્રિકેટ, વાહન ચલાવતા, જીમમાં કે શાંતિથી પાર્કિંગમાં બેઠા બેઠા પણ હાર્ટ એટેક આવવાને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી ના માત્ર વૃદ્ધો પણ યુવાનો અને બાળકોમાં પણ હાર્ટ એટેકની ઘટનાઓ જોવા મળી રહી છે. આવી જ એક ઘટનામાં ગાંધીનગરમાં ભણવા આવેલા નવસારીના યુવાનનું મૃત્યુ થયું છે.
સુરતઃ ક્રેન ચાલકે રોડની સાઈડ પર ઊભેલા પિતા-પુત્રને લીધા અડફેટે, 20 ફૂટ ઘસડાયા
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીના બીલીમોરાના વતની 21 વર્ષીય આયુષ ગાંધી ગાંધીનગરમાં આઈટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે ગઈકાલે ગાંધીનગરમાં હતો ત્યારે તેને હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં તેનું અવસાન થયું હતું. ઘટનાની જાણ થતા પરિવાર અને મિત્ર વર્તુળમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે ગતરોજ જ ખેડાના વસોમાં ફરજ બજાવતા એટીડીઓ અજયસિંહ જામનું ફરજ દરમિયાન હાર્ટ એટેક આવતા મૃત્યુ થયું હતું. આવી તો છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ઘટનાઓ સામે આવી છે.
ADVERTISEMENT