મોરબી: રાજ્યભરના છેલ્લા ઘણા દિવસથી નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકથી મૃત્યુના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા 30 વર્ષીય યુવકનું મોત નીપજ્યું છે, યુવકનું અકાળે મોત થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ADVERTISEMENT
મોરબી જિલ્લાના વાંકાનેર નજીક વઘાસીયા ટોલનાકા પાસે ચાલુ કારે 30 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. મોરબીથી પરત જતી વખતે ચાલુ ગાડીમાં 30 વર્ષીય નરપત ઉભડિયા નામના યુવાનને હાર્ટ એટેક આવ્યા બાદ તેનું મોત નીપજ્યું છે. હાલ યુવકના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મોતની ઘટનાથી સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજ્યભરમાં હાર્ટએટેકથી મોતના સમાચાર સતત વધી રહ્યા છે. જોકે આ કિસ્સામાં ફક્ત હાર્ટ એટેકે આવ્યો હોવાનું જ સામે આવી રહ્યું છે. આ પ્રકારના હાર્ટ એટેક કેમ આવી રહ્યા છે. તે માટેનું કોઈ નક્કર કારણ સામે નથી આવ્યું. ત્યારે બે દિવસ પહેલા જ પાટણમાં એસ ટી બસ ડ્રાઈવરને એટેક આવતા મોત થયું છે. ત્યારે આ પ્રકારના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન આજે 30 વર્ષના યુવકને હાર્ટ એટેક આવતા અવસાન થયું છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT