હેતાલી શાહ.આણંદઃ કપડવંજના આસ્થા પેટ્રોલ પંપ પર એક વ્યકિતને હાર્ટ એટેક આવતા તેનું મોત થયું છે. અરવલ્લી જિલ્લાના એક મુસાફર પિયાગો રિક્ષામાં બેસી પેટ્રોપપંપ પર ઈંધણ પુરાવવા ઊભા હતા ત્યારે આ ઘટના બની હતી. 35 વર્ષીય યુવકનુ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનુ પ્રાથમીક અનુમાન લગાવાઈ રહ્યું છે.
ADVERTISEMENT
યુવાનના હાર્ટ એટેકથી મૃત્યુની એક જ દિવસમાં બીજી ઘટના
હાલમા હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘટના સામે આવી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ હાર્ટ એટેકનો શિકાર થઈ રહ્યા છે. આજે હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનુ મોત થયુ છે. આ ઘટના કપડવંજથી સામે આવી છે . જ્યા કપડવંજના આસ્થા પેટ્રોલપંપ પર એક પીયાગો રિક્ષા ઈંધણ ભરાવવા માટે ઉભી હતી. આ પીયાગોમા અરવલ્લી જિલ્લાના 35 વર્ષીય હસમુખ પ્રભાતસિંહ ઝાલા રિક્ષાની બહાર ઉભા હતા ને એકાએક નીચે પડી જાય છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમા પીયાગો રીક્ષામા ડીઝલ પૂરતા સમયે રિક્ષા બહાર ઉતરેલા હસમુખ પ્રભાતસિંહ ઝાલા ઉભા ઉભા પડી એકાએક નીચે પડી જાય છે. અને તેમનુ મોત થઈ જાય છે. આ ઘટનામા હસમુખ ઝાલાને હાર્ટ એટેક આવ્યો હોવાનુ અનુમાન લગાવાઈ રહ્યું છે.
જખૌમાંથી મળી વિસ્ફોટક સેલ જેવી વસ્તુઃ ચરસનો જથ્યો પણ પકડાયો
મહત્વનુ છે કે, આજે વડોદરામાં પણ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થવાની ઘટના સામે આવી છે. અને વધુ એક 35 વર્ષીય યુવકનું પણ હાર્ટ એટેકના કારણે મોત થતા પરિવારમાં દુ:ખની લાગણી વ્યાપી છે. આવા કિસ્સાઓ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સામે આવી રહ્યા છે. જેને લઈ હવે લોકો ચિંતીત બન્યા છે.
ADVERTISEMENT