Heart Attack: હજુ તો હમણાં જ હેમખેમ જોયા હતા, હમણાં જ વાત કરી હતી, હમણાં જ સાથે ચા પીધી, હમણાં જ સાથે જમ્યા હતા…. અને અચાનક આમ કેવી રીતે થઈ ગયું? લગભગ છેલ્લા કેટલાક વખતોથી આ સવાલો સતત આસપાસ સાંભળવા મળી રહ્યા છે. કારણ કે યુવાન, બાળક કે વૃદ્ધ હવે હાર્ટ એટેક જાણે કે કોઈ નિશ્ચિત વય મર્યાદામાં બંધાયો નથી તેવી સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટમાં છેલ્લા 24 કલાક તો જાણે કેટલાક પરિવારો માટે આભ તૂટી પડ્યા જેવી સ્થિતિ છે. અહીં 24 કલાકમાં 5 યુવાનોના હાર્ટ એટેકે ભોગ લીધા છે. પરિવારો માટે આ કેટલી દુખદ સ્થિતિ હશે તેની આપ કલ્પના કરી શકો છો.
ADVERTISEMENT
પરિજનોના ગળેથી નથી ઉતરી રહ્યા કોળિયા
આપણે તો હાલમાં એવી ઘણી ઘટનાઓ જોઈ છે, કેટલાકના તો વીડિયો કે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં સામાન્ય કામગીરી કરતા વ્યક્તિ કે શ્રમ કરતા કે કસરતને લગતું કોઈ કામ કરતો વ્યક્તિ પણ ક્ષણવારમાં હતો અને ન્હોતો થઈ જાય છે. ઘણા તો એવા પણ વીડિયો સામે આવ્યા છે જેમાં પોલીસે લોકોને હાર્ટ એટેક દરમિયાન સીપીઆર આપીને જીવ બચાવ્યો હોય. જોકે લોકોમાં આ હાર્ટ એટેકની વધતી સમસ્યાને લઈને ચિંતા સાથે વિવિધ માન્યતાઓ પણ ચર્ચાનો વિષય બની છે. ખાસ કરીને કોરોનાની વેક્સીનને લઈને લોકોમાં એવું સાંભળવા મળે છે કે વેક્સીન લીધા પછી કે કોરોનાનો રોગ આવ્યા પછી આ ઘટનાઓ વધી છે. જોકે તજજ્ઞો આ વાતનો ઈન્કાર કરી ફગાવે છે. કારણ કોઈપણ હોય આજે આરોગ્ય વિભાગે હવે આ મામલાઓમાં ફોડ પાડવાની જરૂર ઊભી થઈ છે. સાથે જ હાર્ટ એટેકની ઘટનાઓ ઘટે તે માટે લોકોને યોગ્ય દિશા નિર્દેશ આપવાની જરૂર ઊભી થઈ છે. આજે રાજકોટમાં 24 કલાકમાં 5 યુવાનોને ભરખી ગયેલા હાર્ટ એટેકને કારણે ઘણા પરિવારોમાં શોકનું મોજું છે. ઘણા પરિવારોના ગળેથી ભોજનનો એક કોળીયો ગળેથી ઉતરતો નથી. પોતાના વ્હાલાના નિધનથી આ પરિવારોનું જાણે સર્વસ્વ લૂંટાયું હોય તેટલું દુઃખ જોવા મળી રહ્યું છે.
Ambaji Prashad News: અંબાજીના પ્રસાદની ખરાબ ક્વોલિટી અંગે બોલ્યા ફૂડ & ડ્રગ…
વાત કરીએ પાંચ યુવાનોના મૃત્યુની
રાજકોટની અંબિકા ટાઉનશીપમાં રહેતા 35 વર્ષીય લલિતસીંગ ગોપાલસીંગ પરીહાર સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી ગુજરાન ચલાવતા હતા. ગત સવારે પોતાના ઘરે તેઓ બેભાન થઈ ગયા અને જ્યારે તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા ત્યારે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. જે પછી રાજકોટમાં આવેલા કોઠારિયા ગામના રાજેશભાઈ ભૂત ખોરાણે ગામે આવેલા પોતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેઓ અચાનક ઢળી પડ્યા હતા. અન્ય ખેતમજૂરોએ તેમને હોસ્પિટલ લઈ જવા તજવીજ હાથ ધરી. હોસ્પિટલ પહોંચ્યા ત્યાં તેમનું મૃત્યુ થયાની બાબત સામે આવી હતી. હવે આ રાજેશભાઈને તો એક પુત્ર અને બે પુત્રીઓ છે. આ સંતાનોએ પળવારમાં પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. તંત્રએ આવા પરિવારોની સ્થિતિને ધ્યાને લઈને તો હવે ખાણીપીણીથી લઈ વિવિધ બાબતોમાં કડકાઈથી કાર્યવાહી કરવાની જરૂર છે. ઠેરઠેર બિલાડીની ટોપની જેમ ચાલતી અખાદ્ય સામગ્રીઓ સામે તુરંત કાર્યવાહી કરવી જરૂરી બની રહી છે.
અન્ય ઘટનાઓની વાત કરીએ તો, મેટોડા જીઆઈડીસીમાં 30 વર્ષના વિજયમાલુઆ સાંકેશ ગતરોજ પોતાની કંપનીની પાછળ આવેલી ઓરડીમાં રસોઈકામ કરી રહ્યા હતા અને અચાનક ઢળી પડ્યા હતા. તેમને લઈનો હોસ્પિટલ પહોંચ્યા તો તેમનું મૃત્યુ થયું હતું. ડોક્ટરે તેમને પણ હાર્ટ એટેકનું પ્રારંભિક કારણ આપ્યું હતું. જે પછી અન્ય એક કિસ્સામાં ખોખદળ નદીના પુલ પાસે આવેલા ઉદ્યોગનગરમાં રહેતા 34 વર્ષના રાશીદખાન નત્થુખાન મજુરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેઓ ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ ગયા અને તેમને પણ હોસ્પિટલમાં લઈ જવાયા ત્યારે તેમનું અકાળે અવસાન થયાની ડોક્ટરે વાત કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. અન્ય એક ઘટનામાં 39 વર્ષનો કેસર દિલબહાદુર ખત્રી કે જે જેતપુરમાં વેલકમ ચાઈનીઝની દુકાનમાં કામ કરી જીવન ગુજારો કરે છે. તે આમ તો મૂળ નેપાળનો છે પરંતુ અહીં જેતપુરમાં રહેતો હતો. તે ટાકુડીપરામાં રહે છે. અહીં તે ઘરે હતો ત્યારે તેને એટેક આવ્યો હતો.
ADVERTISEMENT