‘સરકારી વ્યવસ્થામાં હાલ OBC કમિશન શોભાના ગાંઠિયા સમાન’, હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી

OBC Commission: ગુજરાત રાજ્યમાં કાયમી OBC કમિશન નહીં હોવાના વિવાદ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરીને ખુલાસો…

gujarattak
follow google news

OBC Commission: ગુજરાત રાજ્યમાં કાયમી OBC કમિશન નહીં હોવાના વિવાદ મામલે હાઈકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરીને ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલે હવે આગામી 18મી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

હાલ માત્ર 1 સભ્યથી ચાલે છે OBC કમિશન

માત્ર 1 સભ્ય પર ચાલતા OBC કમિશન પર હાઈકોર્ટે સરકાર કારે ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. આ કમિશન માત્ર ફરિયાદો સ્વીકારવા માટે જ બન્યું નથી. સરકારી વ્યવસ્થામાં હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે. હાઈકોર્ટે આર્થિક પછાત વર્ગો બાબતની ચકાસણી સમાવેશ કે દૂર કરવા અંગેની કામગીરી નહીં થઈ રહી હોવાનું પોતાના પ્રાથમિક અવલોકનમાં નોંધ્યું હતું.

NCBC કમિશનમાં 5 સભ્યો

સમગ્ર મામલે કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો છે. સાથે OBC જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી હતી અને રાજ્ય સરકારે કરેલું સોગંદનામામાં ઘણી બધી બાબતોની સ્પષ્ટતા નહીં કરતું હોવાનું જણાવ્યું હતું. NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે,જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે સરકારે પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.

હાઇકોર્ટે અરજદારને પણ નિર્દેશ કર્યો છે કે, બંધારણીય જોગવાઈઓ અને નેશનલ કમિશનની કાર્ય વ્યવસ્થા તેમજ રાજ્યમાં હાલ ચાલતા કમિશનના મુદ્દે અરજદાર પણ સંવિધાનિક જોગવાઈઓ તેમજ હાલની પરિસ્થિતિ અંગે રિપોર્ટ રજૂ કરે.

(બ્રિજેશ દોશી, અમદાવાદ)

    follow whatsapp