અમદાવાદ: બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ વિરુદ્ધ થયેલા માનહાનિ કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી થવાની છે. તેજસ્વી યાદવે નિવેદન આપ્યું હતું કે, ગુજરાતીઓ ઠગ અને ધુતારા કેમ છે. જેના પર તેમની વિરુદ્ધ ગુજરાતમાં માનહાનિનો કેસ દાખલ થયો હતો. આ મામલે 1લી મેના રોજ સુનાવણીમાં ફરિયાદી હરેશ મહેતાનું વેરિફિકેશન કરાઈને તેમનું નિવેદન કોર્ટમાં લેવામાં આવ્યું હતું. સાથે જ તેમણે કોર્ટમાં પૂરાવા પણ રજૂ કર્યા હતા.
ADVERTISEMENT
આ અંગે ફરિયાદી હરેશ મહેતાએ જણાવ્યું કે, કોઇ નેતાને જરા પણ હક નથી કે તે ગુજરાતીઓને ઠગ અને ધુતારા કહી શકે. તેમને કોઇ એક વ્યક્તિ સામે સમસ્યા હોઇ શકે પરંતુ તેના કારણે આખા રાજ્ય અને તેના લોકોને ઠગ કે ધુતારા કહેવા કોઇ પણ રીતે યોગ્ય નથી.
તેમણે આ ફરિયાદમાં તેજસ્વીની શબ્દશ જે કહ્યું તેનો પણ ઉલ્લેખ કર્યો છે. જેના અનુસાર તેનું ગુજરાતી અનુવાદ થાય છે કે, જે બે ઠગ છે અને ઠગાઇ કરવાની અનુમતી છે આજના દેશની સ્થિતિને જોઇએ તો માત્ર ગુજરાતીઓ જ ઠગ હોઇ શકે છે. તેમની ઠગાઇને માફ કરવામાં આવશે. એલઆઇસીના પૈસા, બેંકના પેસા આપી દો પછી તે લોકો લઇને ભાગી જશે. તો કોણ જવાબદાર રહેશે.
ADVERTISEMENT